GUJARAT
દેડિયાપાડાની કોલેજમાં ‘નેક એ ટુ ઝેડ’ વિષય પર એક દિવસીય
દેડિયાપાડાની કોલેજમાં 'નેક એ ટુ ઝેડ' વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો

દેડિયાપાડાની કોલેજમાં ‘નેક એ ટુ ઝેડ’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો

તાહિર મેમણ :ડેડીયાપાડા – 16/02/2024 – સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ-દેડિયાપાડા ખાતે આચાર્યશ્રી ડૉ. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં આજે ગુરૂવારના રોજ ‘નેક એ ટુ ઝેડ’ એક દિવસીય રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની જુદી જુદી કોલેજોના અધ્યાપકો, IQACના કોર્ડીનેટર તથા અન્ય કર્મચારીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ(રાજકોટ) ના અધ્યાપક ડૉ. નરેન્દ્ર ચોટલીયાએ નેક રેટિંગ માટે જરૂરી માનાંકો અને સારો દેખાવ માટે જરૂરી સુચનો કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન SQAC and IQAC કોર્ડીનેટર ડૉ. વખતસિંહ ગોહિલ અને સેમિનાર કોર્ડીનેટર ડૉ. ધર્મેશભાઈ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]









