આ ધરતી પર જ્યારે જ્યારે આતંકીઓએ તાંડવ મચાવ્યુ છે ત્યારે ત્યારે એને નાથવા માટે કોઈ ને કોઈ વીર પુરુષ…..
નર્મદા
એકતા નગર
અનીશ ખાન બલુચી
આ ધરતી પર જ્યારે જ્યારે આતંકીઓએ તાંડવ મચાવ્યુ છે ત્યારે ત્યારે એને નાથવા માટે કોઈ ને કોઈ વીર પુરુષનો જન્મ થયો જ છે. જમીનદારો, અંગ્રેજો અને મિશનરીઓના ભયંકર અત્યાચારોનો જડબાતોડ જવાબ આપવા રાંચીની એ ભૂમિ પર પણ એક વીરનો જન્મ થયો. વર્તમાન ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ઉલિહાતુ ગામમાં રહેતા સુગના મુંડા અને કરમી મુંડાના ઘરે ૧૫મી નવેમ્બર-૧૮૭૫ના દિવસે એક દિવ્ય બાળકનો જન્મ થયો અને એ દિવસથી અંગ્રેજોના બુરા દિન શરૂ થઈ ગયા. એ બાળકનું નામ રાખવામાં આવ્યું બિરસા.
અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર જળ-જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનાર આદિવાસી વીર પુરુષ ભગવાન બિરસા મુંડાની આજે જન્મ જયંતી.
ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી નિમિત્તે ગરુડેશ્વર આદિવાસી સમાજ દ્વારા અકતેશ્વર ચાર રસ્તા બિરસા મુંડા ચોક પર જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.
ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી તાલુકા પ્રમુખ શૈલેષભાઈ તડવી આદિવાસી સેલના ઉપપ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવી બિરસા મુંડા ચોક પર ફૂલહાર કરી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી