GUJARATJETPURRAJKOT

Virpur: સમસ્ત ગ્રામજનો દ્વારા વિરપુરમાં યોજાશે ભગવાન શ્રી રામ લલ્લાની ભવ્ય શોભાયાત્રા

તા.૧૬/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Virpur: ૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને કારણે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જેમાં જલારામ ધામ વીરપુર અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિર પ્રતિષ્ઠાની વીરપુરમાં વિશેષ ઉજવણી થવાની જેમાં ગામને શણગાર, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

અયોઘ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિતે જલારામ નગરી વીરપુર પણ રામમય બની ગઈ છે. વીરપુર પૂજ્ય જલારામ મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ ઉજવણી કરવાનું છે. આ અંગે પૂજ્ય જલારામ બાપાની જગ્યા ખાતે પૂજ્ય જલારામ બાપાના વંશજ ભરતભાઇ ચાંદ્રણીએ સમસ્ત સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજી હતી અને પૂજ્ય ભરતભાઇએ જણાવેલ કે, “મારું ગામ અયોઘ્યા ધામ” ના સુત્ર સાથે વીરપુરમાં દરેક ઘેર એક સરખી રંગોળી કરવાંમાં આવશે અને દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લેહરાવવામાં આવશે. તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે અને આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહુર્ત સમયે જલારામ મંદિરે પહોંચશે ત્યારે મહાઆરતી એસઆરપી બેન્ડ સાથે થશે. મંદિર તરફથી અયોધ્યમાં મગજનો પ્રસાદ દરેક દર્શનાર્થીઓને આપવાનો છે. તે જ પ્રસાદ વીરપુરમાં દરેક ભાવિકોને આપવામાં આવશે.

જ્યારે અયોધ્યા ખાતે મંદિરમાં વર્ષ ૨૦૨૧થી જ બે વખતનો થાળ ભગવાન રામ લલ્લાને ધરવામાં આવે છે તે આજીવન પૂજ્ય જલારામ બાપાના મંદિર તરફથી જ ધરાશે.

વિરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તફર થી પૂજ્ય ગાદીપતિ રઘુરામ બાપા ની આગેવાની હેઠળ અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસકોડ માં રહીને સ્વયં સેવકો મગસનો પ્રસાદ વિતરણ કરશે તે માટે અયોઘ્યા ખાતે સ્વયંમ સેવકો દ્વારા એક લાખથી વધુ પ્રસાદના બોક્ષ તૈયાર થઈ ગયા છે જેમને લઈને પૂજ્ય ગાદીપતિ રઘુરામ બાપા તેમજ રસિકબાપાએ અયોઘ્યા ખાતે સ્વયંમ સેવકો સાથે ડ્રેસકોડમાં રહીને જય શ્રી રામ…જય જલારામના નારા લગાવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button