
પાલનપુર તાલુકાના ટોકરીયા પ્રાથમિક શાળાને ૬૯ વર્ષ પુર્ણ થતાં ૭૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો જે અનુસંધાનમાં આજ રોજ ટોકરીયા પ્રાથમિકશાળા ના પટાંગણમાં સ્થાપના દિવસ તેમજ શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી સાંસ્કૃતિક કાર્યક્રમના રૂપરંગ સાથે કરવામાં આવી હતી. જેમાં આવનાર મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. શાળાના શિક્ષક રામજીભાઇ રોટાતર દ્વારા શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ

પ્રવિણભાઇ સિંહ(તાલુકા ડેલિગેટ ) ની અધ્યક્ષતામાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ડાયટ લેકચરર જામાભાઈ દેસાઈ,ભરતભાઇ જોશી,ધીરજભાઇ ચાૈધરી, મોહંમદઅલી પોલરા (સી.આર.સી.ટાકરવાડા) ,ગામના સરપંચ શ્રી બાબુભાઇ આલસિંગાને ટોકરીયા શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ સમસ્ત ટોકરીયા ગ્રામજનો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ. જેમાં ટોકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પલ્લવભાઇ રાઠોડ, રામજીભાઇ રોટાતર, રીઝવાનાબેન ,રોશનબેન , કોકિલાબેન, સીમાબેન, જીગ્નેશભાઈ મોદી, કલ્પેશભાઈ, ઝહિરભાઈ, વીણાબેન, બિંકલ ડાભી, ચંદ્રીકાબેન, મુસ્તાકભાઈ તેમજ તમામ શાળા પરિવારે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભોજનના દાતા નિવૃત શિક્ષકા સંધ્યાબેન પ્રવીણભાઈ રાઠોડ હતા. બાળકોના સાંસ્કૃતિક પોગ્રામ શ્રી જીગ્નેશ ભાઇ મોદી એ સરસ રીતે તૈયાર કરાવ્યા જેને લોકોએ ખૂબ જ વખાણ્યા. કોકિલાબેન મકવાણાએ લોકફાળા માટે ખૂબ જ મહેનત કરી. શાળાના તમામ શિક્ષકો અને ગામલોકોનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો. આ પ્રસંગે ગામના આગેવાનો ઉમરભાઈ, ભીખાભાઈ, યાકુબભાઈ, અહમદ ભાઈ, તાહિર ભાઈ,, બાબુભાઈ સરપંચ, શબ્બીર ભાઇ, રફિકભાઈ, ભરતભાઈ તેમજ આજુબાજુના ગામના આગેવાનો, ગ્રામજનોએ ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો. શાળાએ આ સિવાય બાસઠમાં વર્ષે પણ ઉજવણી કરી હતી.જેનો સંપૂર્ણ શ્રેય શ્રી પલ્લવભાઈ રાઠોડ ઉત્સાહી આચાર્ય શ્રીને આભારી છે.કાર્યક્રમનું સંચાલન શ્રી અરવિંદભાઇ ચાવડાએ કર્યું હતું.









