
તા.૨૨.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાના ઝરોર ગામના પીડિતા બેને પર શંકાનું નિરાકરણમાં અભયમ દાહોદ એ સમાધાન કરાવ્યું
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝરોર ગામના એક બેને કોલ કરીને જણાવેલ કે મારા લગ્ન કરેલ હતા પણ મારા પતિ નશો કરીને મને હેરાન કરે છે. શારીરિક અને માનસિક ત્રાસ આપે છે તો મેં છૂટાછેડા લઈ લીધેલ છે.તો હું ત્રણ વર્ષ થી મારા પિયરમાં છું. અને મારે ચાર વર્ષ ની છોકરી છે. તો મને મારા કાકા નાં છોકરાં અને ભાભી એવુ કહે છે તું અહીંયા કેમ રહે છે. પિયરમાં રહીને દાદાગીરી કરે છે. એવુ કહે ને અપશબ્દો બોલે છે અને મારી ચાર વર્ષ ની છોકરી નાનું બકરું લેવા ગઈ તો એમનો છોકરો મારી છોકરી ને મારી ને જતો રહ્યો. અભયમ કાઉન્સેલર પીડિતા બેનના ભાઈ અને ભાભી ને પારિવારિક જવાબદારીઓથી વાકેફ કરેલ સામાજીક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના ભાઈ ભાભી ભૂલને કબુલી હતી. અને હવે પસી મારા બેનને કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપું તેની ખાતરી આપી હતી. અને પસી ભાઈ ભાભી અને બહેન વચ્ચે અસરકાર કાઉન્સિલિંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યુ હતું. બેન એ પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો