INTERNATIONAL

ટ્વિટરના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે લિંડા યાકારિ નામનું એલાન

ટ્વિટર પર કબ્જો જમાવ્યા બાદ એલોન મસ્ક ટ્વિટરમાં અવનવા ફેરફાર કરે છે ત્યારે આ સ્થિતિ વચ્ચે અબજોપતિ મસ્કે ટ્વિટરના નવા CEOના નામની જાહેરાત કરી છે. ટ્વિટરના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે લિંડા યાકારિની બન્યા છે.

ટ્વિટરના નવા માલિક એલોન મસ્ક ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા આતુર છું.” લિન્ડા મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે હું પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશ. લિન્ડા સાથે કામ કરવા માટે આતુર છીએ.”

ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કે Twitterના CEO પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી ત્યારથી જ લિંડા યાકારિનોનું નામ ટ્વિટરના CEOની રેસમાં ચાલી રહ્યું હતું. ત્યારે હવે લિંડા યાકારિનો ટ્વિટના નવા સીઈઓ બન્યા છે તેમ મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું છે. LinkedIn પ્રોફાઇલ મુજબ, લિંડા યાકારિનો 2011થી NBC યુનિવર્સલ સાથે કામ કરી રહી છે. હાલમાં ગ્લોબલ એડવર્ટાઈઝિંગ અને પાર્ટનરશિપમાં ચેરપર્સનની ભૂમિકા નિભાવી રહી છે. આ અગાઉ તેણે કંપનીના કેબલ એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ સેલ્સ ડિવિઝન માટે કામ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button