NANDODNARMADA

કવાંટ તાલુકાની અસ્થિર મગજની યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતી આમલેથા પોલીસ

કવાંટ તાલુકાની અસ્થિર મગજની યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતી આમલેથા પોલીસ

 

અગાઉ આમલેથા પોલીસ મથકના પીએસઆઇએ મક્કાહ મદીના જતા યાત્રાળુની મદદ કરી હતી

 

જુનેદ ખત્રી : રાજપીપલા

નર્મદા જીલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અવાર નવાર પ્રજાની મદદ કરી લોકચાહના મેળવી રહ્યાછે આવા લાગણીશીલ સ્વભાવના પીએસઆઇની કામગીરી થી પોલીસ પ્રજાની મિત્ર હોવાની લાગણી સ્થાનિકોમાં દેખાય રહીછે. આમલેથા પોલીસ મથકના પીએસઆઇ દિપક રાઠોડ઼ે જણાવ્યું હતું કે મંગળવારે અંકલેશ્વર રાજપીપલા સ્ટેટ હાઇવે પર રાજપીપલા અભયમ વિભાગની ટીમને એક યુવતી એકલી મળી આવેલ હતી અભયમની ટીમે આ એકલી મળેલી યુવતીને આમલેથા પોલીસ સ્ટેશને લાવીને સ્થાનિક પોલીસ દ્વારા આ યુવતીને શાંતિપૂર્વક સમજાવી નામ સરનામું પૂછતાં છોટાઉદેપુર તરફની ભાષા જણાતા છોટાઉદેપુર તરફના સોશિઅલ મીડિયામાં જાહેરાત કરવામાં આવતા ધર્મેન્દ્ર ભાઇ રાઠવા રહે નાયકા ફળીયુ, મુંડામોર,તા. કવાંટ. જી. છોટાઉદેપુરે આ યુવતીની ઓળખ કરી હતીને જણાવ્યું હતું કે આ યુવતી તેના કાકાની પુત્રી હોવાનું જણાવ્યું હતું આ યુવતી અસ્થિર મગજની હોઈ અવાર નવાર કોઈને કહ્યા વગર બહાર જતી રહેતી હોવાથી પરિવારજનોએ શોધવી પડેછે પરંતુ આ વખતે પોલીસ યુવતીને તેના પરિવારજનોને સોંપીને સુખદ મિલન કરાવ્યું હતું ઉલ્લેખનીય છેકે આમલેથા પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા સાઉદી આરબના મક્કાહ ખાતે ઉમરાહ કરવા જતા યાત્રાળુઓને સમયસર પહોંચવા પણ મદદરૂપ બની માનવતા મહેકાવી હતી

[wptube id="1252022"]
Back to top button