
રાજપીપળા ખાતે કાર્યરત ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ : “વર્લ્ડ કિડની ડે” ની ઉજવણી કરાઇ
રાજપીપળા: જુનેદ ખત્રી
૯ માર્ચ વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવાય છે ત્યારે રાજપીપળા જૂની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડાયાલિસિસ સેન્ટર ખાતે દર્દીઓ ને સાથે લઈ આ દિવસે ઉજવણી કરવામાં આવી હતી
ખાસ કરી ને કિડની એ માનવ શરીર માટે એક ફિલ્ટર તરીકે કામ કરે છે ત્યારે તેની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે શરીરમાં વિવિધ રસાયણિક તત્વો અને પાણીની સમતુલા જાળવવા માટે કિડની મહત્વનો ભાગ ભજવે છે જ્યારે કિડનીની ખરાબી આવે અથવા તે કામ કરતી બંધ થઇ જાય તો દર્દીને ડાયાલીસિસ કરાવવું પડે છે ત્યારે દર્દી આત્મવિશ્વાસ ગુમાવી દે છે ત્યારે રાજપીપળા ડાયાલિસિસ સેન્ટર ના ડો અંકુર દ્વારા દર્દીઓનો આત્મવિશ્વાસ વધે અને તેઓ નિર્ભય પણે જીવન જીવે તે માટે આહવાન કર્યું હતું જરૂરી સમજ આપવામાં આવી હતી અને કેક કાપીને ઉજવણી કરી હતી
રાજપીપળા ખાતે કાર્યરત ડાયાલિસિસ સેન્ટર એ દર્દીઓ માટે ખરેખર આશીર્વાદ સંબંધ બન્યું છે અહીંયા દર્દીઓની વિશેષ સંભાળ રાખીને ડાયાલિસિસ હાથ ધરવામાં આવે છે સાથોસાથ દર્દીઓનું મનોબળ મજબૂત કરી તેઓને નિર્ભય રીતે જીવન જીવવા માટે સમજાવવામાં પણ આવે છે






