NANDODNARMADA

હવામાન : નર્મદા જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના

હવામાન : નર્મદા જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના

રાજપીપલા : જુનેદ ખત્રી

ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે. જે અનુસાર તા. ૧૨ અને ૧૩ જૂન ૨૦૨૩ સુધી નર્મદા જિલ્લામાં ગાજવીજ અને અંદાજે ૩૦-૪૦ કી.મી. પ્રતિ/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યકત કરાઈ છે.

જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કેટલાક તકેદારીના પગલાં લેવા આવશ્યક હોવાનુ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા માર્ગદર્શિકા જારી કરાઇ છે જેમાં શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા, તૈયાર પેદાશો, ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત રાખવા માટે તમામ તાલુકા નોડલ અધિકારીએ તેઓને ફાળવેલ તાલુકાના સંબંધિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે સંકલન કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખી સંબંધિત વિભાગના અધિકારીઓ જોડે જરૂરી સંકલન કરી તકેદારીની જરૂરી વ્યવસ્થા ગોઠવવા તેમજ આપના વિસ્તારમાં અનિચ્છનીય ઘટના બને ત્યારે તાત્કાલિક (૦૨૬૪૦-૨૨૪૦૦૧) પર સંપર્ક કરવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button