
રાજપીપળા નજીક શહેરાવ પાસે નદીના પટમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓ ઝડપાયા
નર્મદા નદીના પટમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને દારૂના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા
રાજપીપળા: જુનેદ ખત્રી
બુટલેગર દારૂની હેરાફેરી માટે નવા કીમીયા અપનાવતા હોય છે પરંતુ પોલીસ દ્વારા તેઓને નાકામ કરીને ગુનાહિત કાર્યને ઝડપી પાડવામાં આવે છે
એલસીબી પોલીસ નર્મદા પી આઈ જે. બી. ખાંભલા ને બાતમી મળેલ કે, શહેરાવ ગામના નર્મદા નદીના પટમાં કેટલાંક ઇસમો દારૂની હેરાફેરી કરી રહેલ છે ત્યારે જેના આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ વોચ ગોઠવી શહેરાવ ગામ પાસે નર્મદા નદીના પટમાં બે ઇસમો મોટર સાયકલ ઉપર શંકાસ્પદ વસ્તુ લઇ જતા હોય તેમને રોકી ઝડતી તપાસ કરતાં ઇગ્લીશ દારૂની બોટલો તથા કવાટરીયા નંગ-૨૪૬ કિ.રૂ.૨૯,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવતા સદર મોટર સાયકલ ચાલક (૧) ગજેન્દ્રસિંહ માનસિંહ પરમાર રહે. શહેરાવ તા.નાંદોદ (ર) રણજીતસિંહ મનુસિંહ મોરી રહે.શહેરાવ તા.નાંદોદ જી.નર્મદાનાને પ્રોહીબીશનના કામે અટક કરી ગુનાના કામે ઇગ્લીશ દારૂનીએ નાની-મોટી બોટલ નંગ-૨૪૬ તથા બે મોટરસાયકલ કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા એક મોબાઇલ મળી કુલ કિ.રૂ.૬૯,૯૦૦/-નો મુદ્દામાલ સાથે બન્ને આરોપીને ઝડપી રાજપીપલા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો.






