
રાજપીપળા શ્યામવિલા સોસાયટીનાં રહેણાંક મકાનમાં તસ્કરો હાથ સાફ કરી ગયા
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા શહેરમાં આવેલી શ્યામવિલા સોસાયટીમાં એક મકાન માંથી રોકડ દાગીના સહિતના મુદ્દામાલ ની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર ફરિયાદી તક્ષશિલાબેન સતિષભાઇ વસાવા,હાલ કેવડીયા તા.નાદોદ. જી.નર્મદા મુળ રહે.રીંગણી તા.નાંદોદ જી.નર્મદા એ આપેલી ફરિયાદ મુજબ તેઓના શ્યામવિલા સોસાયટી રાજપીપલા માં આવેલા પોતાના મકાનમાં કોઇ ચોર ઇસમ મેઇન લાકડાના દરવાજાના હેન્ડલ પર મારેલ નકુચો તોડી (૧) જુના પગના છડા જે ૫ જોડ રૂ.૧૫૦૦૦/-(૨) જુની સોનાની લેડીઝ વીંટીઓ નંગ-૩ કિ.રૂ-૩૩૦૦૦/- (૩) ચાંદીનો કેર જુડો નંગ- ૧ અંદાજે રૂ.૭૦૦/- (૪) નાકમાં પહેરવાની નથની નંગ-૨ જેમા એક નથની રૂ.૧૨૦૦/- તેમજ બીજી નથની રૂ.૭૦૦/- (૫) રોકડા રૂપિયા-૫૦,૦૦૦/- આમ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.૧,૦૦,૬૦૦/-(અંકે રૂપિયા એક લાખ છસ્સો પુરા) ની મત્તાની કોઇ ચોરી ઇસમ ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ જે.એમ.લટા પીએસઆઈ રાજપીપળા પો.સ્ટે.કરી રહ્યા છે.






