NARMADA

ચોસલપુર ગામ નજીક નાકા બંદી કરી ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી તિલકવાડા પોલીસ

ચોસલપુર ગામ નજીક નાકા બંદી કરી ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી તિલકવાડા પોલીસ

વસિમ મેમણ : તિલકવાડા

પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ જિલ્લામાં બનતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર જે એમ લટા પોલીસમ સબ ઇન્સ્પેક્ટર તિલકવાડા તથા તિલકવાડા પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન તેઓને બાતમી મળેલ કે ચોસલપુર ગામ તરફથી મોટર સાયકલ ઉપર ઇંગ્લિશ દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો મોજે ચોસલપુર ગામ નજીક રોડ ઉપર નાકા બંધી કરી વોચમાં હતા આ દરમિયાન આ કામના આરોપી બલાભાઇ ખીમજીભાઇ ડુંગરા ભીલ પોતાના કબજાની TVS આપેચે મોટરસાયકલ ઉપર પાછળ અન્ય એક આરોપી સાથે આવતા પોલીસ સ્ટાફના માણસોને જોઈ મુદ્દા માલ ફેકી બંને આરોપીઓ ફરાર થયા હતા

તિલકવાડા પોલીસે ઝડપાયેલા થેલા માં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ 180 એમ.એલ નંગ 112 કિંમત રૂપિયા 11,200 તથા બિયર ટીન 500 એમ.એલ નંગ 154 કિંમત રૂપિયા 15400 મળી કુલ 26,600 નો મુદ્દા માલ કબજે કરી ફરાર થયેલા બંને આરોપીઓ વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી પાડવા માટે ચારે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે

[wptube id="1252022"]
Back to top button