તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો બુટલેગર ને પાસા માં ધકેલતી તિલકવાડા પોલીસ
વસિમ મેમણ / નર્મદા

પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા તથા સંજય શર્મા નાયબ પોલીસ અધિક્ષક એકતાનગર ડિવિઝનનાઓ એ જિલ્લામાં નામી અનામી બુટલેગર દ્વારા બીજા રાજ્યમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા અસામાજિક તત્વો સામેં અટકાયતી પગલા લેવા માટે આપેલી સૂચના અનુસાર તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા નાએ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેશભાઈ ડુંગરા ભીલ રહે કુકરદા નાઓ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા તિલકવાડા પોલીસ મથકે ગુનો નોંધાયેલ હોય જે સબબ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો ઉપર અંકુશ રાખવા માટે તિલકવાડા પોલીસ સબ ઇન્સપેક્ટર જે એમ લટા એ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ને મોકલેલ હોય
જે દરખાસ્ત ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાનાઓએ સુરેશ ઉર્ફે સૂર્યો કિશોરભાઈ ડુંગરા ભીલની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી પાસા હેઠર અટકાયત કરી જામનગર જિલ્લા જેલ ખાતે રાખવા માટે હુકમ કરેલ જે અંતર્ગત તિલકવાડા પોલીસ સ્ટાફ ના માણસોએ સદર આરોપી સુરેશભાઈ ઉર્ફે સૂર્યો ડુંગરા ભીલ ની પાસા ધારા હેઠળ અટકાયત કરી જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે જામ નગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે





