
રાજપીપળા પાસે જીતનગર ગામેથી ચોરી કરેલ ૬૬.૭૦ હજારના લોખંડના સળિયા સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા
આરોપીઓ એ લોખંડના સળિયા છુપાવી રાખ્યા હોવાની બાતમી આધારે રાજપીપળા પોલીસે રેઇડ કરતા ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપળા પાસે જીતનગર ગામેથી ચોરી કરેલ ૬૬.૭૦ હજારના લોખંડના સળિયા સાથે ત્રણ આરોપીઓ ને રાજપીપળા પોલીસે ઝડપી લીધા છે
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા પોલીસ માણસોને ખાનગી રાહે મળેલ કે જીતનગર ગામે કેટલાક ઇસમોએ ચોરી કરી આધાર પુરાવા વગરના લોખંડના સળીયાઓ છુપાવી રાખેલ છે જે આધારે પોલીસે રેડ કરતાં આરોપીઓ (૧) શરાદભાઈ પુનીયાભાઈ વસાવા તથા (૨) શૈલેશભાઈ નટુભાઈ વસાવા તથા (૩) ધરમભાઈ ચીમનભાઈ વસાવા તમામ રહે,જીતનગર બારફળીયા તા.નાંદોદ જી.નર્મદા પાસેથી જુદી જુદી કંપનીના અલગ અલગ ગેજના લોખંડના સળિયા ની ભારીઓ જેની કિંમત રૂ. ૬૬,૮૦૦/- જપ્ત કરી આરોપીઓને અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
રાજપીપળા પોલીસને ચોરાયેલા લોખંડના સળિયા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માં સફળતા મળી છે પરંતુ આ સળિયા તેઓ ક્યાંથી લાવ્યા ? કેટલા સમયથી તેઓ આ ગુના માં સંડોવાયેલ છે ? વજનદાર સળિયાની ભારીઓ કયા સાધનમાં લાવ્યા ? તેમની સાથે અન્ય કેટલા ઈસમો આવા ગેરકાનૂની કામમાં સંડોવાયેલા છે સહિતના સવાલો ઉભા થયા છે જે પોલીસ તપાસ બાદ બહાર આવશે તેમ કહી શકાય






