
રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિરની સામે આવેલ પાંચ જેટલી લારીમાં મુકેલ સામાનની ચોરી
રાજપીપલા : જુનેદ ખત્રી
હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ચોરો સક્રિય થયા છે રાજપીપળામાં પાછલા બે દિવસથી ચોરીના બનાવો બની રહ્યા છે

ગત મોડી રાત્રે રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરની સામે મુકેલ પાંચ જેટલી લારી ગલ્લના તાળા તોડી ચોરો પરચુરણ માલ સામાન અને રૂપિયા ચોરી ગયા હતા ત્યારે સામાન્ય લારીગળા ચલાવી ગુજરાન ચલાવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અજાણ્યા ચોરો લારીઓના તારા તોડીને મુકેલ સામાન રોકડ રકમ અને ગેસના બાટલા ચોરી કરીને તેઓ ફરાર થયા છે ત્યારે આજે સવારે રાજપીપળા પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી ચોરોને પકડાવા માટે તપાસ હાથ ધરી છે
જોકે સામાન્ય લારી ગલ્લાઓ માંથી ચોરીની ઘટના બનતા ચોરોમાં પણ બેકારી ચરમ સીમાએ પોહચી હોય તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે






