યુવતી સાથે અશ્લીલ વાતો હરકતો કરી મારમારતા બે આરોપીઓને રાજપીપળા કોર્ટે સજા ફટકારી
રાજપીપળા નવફડિયા વિસ્તારમાં બે યુવાનોએ એક યુવતીને અશ્લીલ શબ્દો કહી અશ્લીલ હરકતો કરતા ભોગ બનનારે પોલીસ મથકમાં કરી હતી ફરીયાદ
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા નવાફડિયા વિસ્તારમાં બે યુવાનોએ એક યુવતી સાથે અશ્લીલ હરકતો કરી અશ્લીલ ભાષામાં વાત કરતા પોસ્કો હેઠળ તેમજ એટ્રિસિટી એક્ટ મુજબ રાજપીપળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી જે કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટ માં ચાલી જતાં સરકારી વકીલની ધારદાર રજૂઆત અને દસ્તાવેજી પુરાવાને પગલે કોર્ટે બન્ને આરોપીઓને સજા ફટકારતાં ચકચાર મચી છે
પ્રાપ્ત માહિતી મુજબ આ કામના ભોગ બનનારનાઓ વિશે આરોપી ૧. જીતેશભાઈ પટેલનાઓ ધ્વારા તેઓના ઘરની સામે લાકડા સળગાવી તાપણું કરતી વખતે બીજા છોકરાઓ આગળ તેના ઘરે આવેલા ઈંડા બનાવેલ ત્યારે ફરીયાદી ભોગ બનનાર ઘરે આવી ઈંડા ખાધેલા અને ત્યારબાદ આરોપીએ ભોગ બનનાર વિશે અશ્લીલ વાતો કરી ત્યારે આરોપીને આ બાબતે કેહવા જતાં આરોપી નં.૧ નો ભાઈ આરોપી નં.૨ મિનેશભાઈ પટેલ ઘરે હાજર હોય જેને ફરયાદી ધ્વારા આરોપી નં.૧ વિશે પુછતા ગમે તેમ ગાળો બોલતા આવી ફરીયાદીનો જમણો હાથ કાંડાથી પકડી ખેંચતાણ કરી છાતીના ભાગે ધકકો મારી દિધેલ અને આ વખતે આરોપી નં.૧ આવતા મારા વિશે કેમ ખરાબ વાતો કરે છે તેમ કહેતા આરોપી જીતેશભાઈનો પેન્ટ ઉતારવાની અલીલ હરકત કરી “હું તારી પાસે નથી આવતો તુ મારી પાસે આવે છે.” તેવા અશ્લીલ શબ્દો બોલી ગાળો બોલી હતી આ બાબતે રાજપીપળા પોલીસ મથકમાં પોસકો તેમજ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ થયો હતો
સદરહુ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીટ્રીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી જીતેશ ઉર્ફે હની ને ઈ.પી.કો. કલમ ૩૫૮(એ), ૧૧૪ માં ૧(એક) વર્ષની કેદની સજા તથા રૂ.૫૦– દંડ, પોકસો અધિનિયમ કલમ ૧૨ માં ૩ (ત્રણ) વર્ષની કેદની સજા તથા રૂ.પ૦૦ દંડ તથા આરોપી મિતેશભાઈ ઉર્ફે કાલુ સુરેશભાઈ પટેલને ઈ.પી.કો. કલમ ૩૨૩ મુજબ ૧(એક) વર્ષની કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.






