GARUDESHWARNANDODNARMADA

નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષણ મંત્રીને રજુઆત કરાઇ

નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષણ મંત્રીને રજુઆત કરાઇ

એકતાનગર આવેલા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરને શિક્ષકોએ રૂબરૂ મળી હૈયા ધારણા રજૂ કરી

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત રાજ્યમાં શિક્ષકો ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન કરી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા શિક્ષકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું ત્યારબાદ સરકારે શિક્ષકોના કેટલાક મુદ્દાઓને સ્વીકાર પણ કર્યો હતો પરંતુ હજીએ કેટલા મુદ્દાઓની અમલવારી થઈ નથી ત્યારે શિક્ષકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે

 

૧૦.૦૯.૨૦૨૩ ના રોજ એકતાનગર ખાતે આવેલ રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર સાથે જિલ્લા તેમજ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના હોદ્દેદારોએ મુલાકાત કરી હતી શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી અને તેના યોગ્ય નિરાકરણ માટે માંગ કરી હત

શિક્ષકોએ પોતાની રજુઆતમાં એકમ કસોટીનું ભારણ ઘટાડવા બાબત, જૂની પેન્શન યોજના બાબત, જિલ્લામાંથી બદલી થયેલ તેમજ જિલ્લા આંતરિક બદલી દરમ્યાન શાળામાં શિક્ષકોની પડેલ ઘટ પૂરવા બાબત, BLO અને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી શિક્ષકોનેન આપવા બાબત, કેવડિયા કોલોની ખાતે ક્વાટર્શમાં રહેતા શિક્ષકોના ભાડા બાબતે, નર્મદા જિલ્લાના શિક્ષકોનો પગાર જે તે માસની પાંચમી તારીખ સુધીમાં થાય તે મુજબ યોગ્ય કરવા, CRC-BRC ‍ની ખાલી જગ્યા માટે વેઈટીંગ મેરીટ લીસ્ટ ઓપન કરી પ્રતિનિયુકિત આપવા, મુખ્ય શિક્ષકને આપવામાં આવેલ ચાર્જ જે સિનિયર શિક્ષકએ સ્વૈચ્છિક સંમતિથી આપેલ હોય તેવા કિસ્સામાં મુખ્ય શિક્ષકનો ચાર્જ યથાવત રાખવા, CRC-BRC ના PTA માં વધારો કરવો, અગાઉની રજૂઆતો મુજબના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સહિતના મુદ્દા ઉપર રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દે શિક્ષણ મંત્રી દ્વારા હકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરાઈ હોવાનું શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button