NANDODNARMADA

ડેડીયાપાડાના સામોટ ગામે પત્નીને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારતાં પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ડેડીયાપાડાના સામોટ ગામે પત્નીને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારતાં પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

રાજપીપળા : જુનેદ ખત્રી

ડેડીયાપાડાના સામોટ ગામે નજીવી બાબતે પત્નીને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારતાં પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ઉપરાંત પાંચ હજાર રૂપિયા દંડ પણ કર્યો છે

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના મરણ જનાર સીતાબેન તથા આરોપી મગનભાઈ જાતરીયાભાઈ વસાવા રહે.સામોટ બન્ને પતિ-પત્નિ થાય છે. તા.૨૭/૦૬/૨૦૨૦ ના તેઓની નાની દિકરી મેલાબેનનાઓ ખુબ રડતી હોય જેથી આરોપીએ મરણ જનારને દીકરીને શાંત રાખવા માટે કહેલ તે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા આ કામના આરોપી મગનભાઈ જાતરીયાભાઈ વસાવા રહે. સામોટ મોજે. મોહબુડી (ઉપલી) ગામની સીમમાં આવેલ આશનબાર વિસ્તારમાં આવેલ આરોપી મરણજનારના ખેતરમાં આવેલ કાચા ઘરમાં મરનારના ગળામાં દોરડા વડે ટુપો આપી મોત નિપજાવી મરનારે આત્મહત્યા કરેલ છે તેવું સાબિત કરવા મરનારની લાશના ગળે દોરડું બાંધી ઘરમાં મોભની વળી સાથે લાશ લટકાવી દઈ તથા મરનારના કપડાં બદલી નાંખી પુરાવાનો નાશ કરી કરવાની કોશિશ કરી હતી

સમગ્ર મામલે કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એન.આર.જોષી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સ૨કા૨ી વડીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦/- નો દંડની સજાનો હુકમ કર્યો છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button