NANDODNARMADA

નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં થઈ રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સુવિધાઓની કલેકટરે સમીક્ષા કરી

નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં થઈ રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સુવિધાઓની કલેકટરે સમીક્ષા કરી

રાજપીપલા : જુનેદ ખત્રી

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શાળાઓની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા અર્થે આજે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિગરાનીમાં બેઠક યોજાઈ હતી.

“પ્રમોટિંગ ઈઝ ઓફ લિવિંગ” થીમને કેન્દ્રમાં રાખીને આગામી ઓક્ટોબર/નવેમ્બર-૨૦૨૩ દરમિયાન મુખ્ય સચિવઓની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ યોજાવાની છે. આ પરિષદ પૂર્વે ગુજરાતમાં જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગને કેન્દ્રમાં રાખીને અમલી વિવિધ યોજનાઓ, શાળાકીય શિક્ષણ સહિત નાગરિકોના જીવનની સરળતાને પ્રોત્સાહન આપતા પેરામિટર્સ-વિષયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રાજ્ય સરકારની શિક્ષણ માટે વિવિધ અમલી યોજનાઓ જેવીકે કસ્તિરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આશ્રમ શાળાઓ, જવાહર નવોદય વિદ્યાલય, ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ, નોન ગ્રાન્ટેટ શાળાઓ, સરકારી માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં કાર્યરત હયાત સુવિધાઓ સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, જ્ઞાન કુંજ પ્રોજેક્ટ, શાળાઓમાં ઉપલબ્ધ સીસીટીવી કેમેરા, શૌચાલય, મધ્યાહન ભોજન શેડ વગેરે બાબતોની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલે વિસ્તૃતમાં જિલ્લાની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જિલ્લાના બાળકોના શિક્ષણની ચિંતા વ્યક્ત કરતાં નર્મદા જિલ્લામાંથી રોજગારી અર્થે સ્થળાંતરિત થઈને બહારના જિલ્લાઓમાં જતા પરિવારોના બાળકોનું શિક્ષણ કાર્ય નિરંતર ચાલતું રહે તે માટે ટેક્નોલોજીના માધ્યમથી યોગ્ય ટ્રેકિંગ થાય, માર્કશીટ વેરિફિકેશનમાં સુગમતા અને સરળતા જળવાય રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા સહિત શિક્ષણને કેન્દ્રમાં રાખીને વિવિધ ટેક્નોલોજીથી સરળીકરણ થાય તેવા મુદ્દાઓ ઉપર બેઠકમાં ઉપસ્થિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button