
રાજપીપલા આરબ ટેકરા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો એલસીબીએ મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા
ફળિયામાં રહેતા બે ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપડાના આરબ ટેકરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી લેપટોપ અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી જે સંદર્ભે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ હતી ત્યારે આ ગુના સંદર્ભે એલસીબી ની ટીમ ને બાતમી મળી કે આરબ ટેકરા ખાતે રહેતા (૧) સતિષભાઈ સુરેશભાઈ સોલંકી ઉ.વ.આ.૨૫ (૨) નિલેશભાઈ રમેશભાઈ સોલંકી ઉ.વ.આ. ૨૩ એ આરબ ટેકરા ખાતે રહેતા કમલેશભાઇ મોહનભાઈ સોલંકી નાઓના રહેણાંક મકાનમાંથી લેપટોપ તથા રોકડ રકમની ચોરી કરી ચોરી હોવાની બાતમી આધારે બંન્ને ઇસમોની પુછપરછ કરતા તેમની પાસેથી એક એચ.પી કંપનીનુ સિલ્વર કલરનુ લેપટોપ તથા રોકડા રૂપિયા ૧૭,૦૦૦/- મળી આવ્યું હતું જે ચોરીથી મેળવેલ હોવાનું જણાઇ આવતા સદર લેપટોપ તથા રોકડ રકમ ચોરી થયા અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે આધારે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને વધુ કાર્યવાહી માટે રાજપીપલા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે