NANDODNARMADA

રાજપીપળા નગરમાં રખડતા પશુઓનો આતંક, એક ઈસમે જીવ ગુમાવ્યો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

રાજપીપળા નગરમાં રખડતા પશુઓનો આતંક, એક ઈસમે જીવ ગુમાવ્યો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

આડેધે જીવ ગુમાવ્યાના બીજા દિવસે પણ રાજપીપળા સફેદ ટાવર પાસે ભયંકર આખલા યુદ્ધ થતાં બઈકોને નુકશાન

રખડતા પશુઓ ઉપર તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી લોક માંગ

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા નગરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે વારંવાર આખલાઓ લડાતા લોકોના જાન માલ ને નુકસાન થઈ રહ્યું છે ગતરોજ રાજપીપળા સૂર્ય દરવાજા પાસે બે આંખલા લડાતા બાઈક ઉપર જઈ રહેલા નાંદોદ તાલુકાના ઢોચકી ગામના પિતા પુત્રને અડફેટે લીધા હતા જેમાં પિતા કાલીદાસભાઇ કહારીયાભાઇ વસાવા ઉ.વ.૬૫ નું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર જશુભાઇ કાલીદાસ વસાવા ને ગંભીર ઇજાઓ થઈ હતી

આ ગોઝારી ઘટનાના બીજાજ દિવસે સાંજે રાજપીપળાના ભરચક વિસ્તાર એવા સફેદ ટાવર પાસે બે આખલા લડાયા ત્યારે બાઈકો ને અડફેટે લીધી હતી આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા ત્યારે વારંવાર બનતા બનાવો બાદ પણ રાજપીપળા પાલિકા સહિત તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રખડતા પશુઓ અને તેમના માલિકો સામે નક્કર કાર્યવાહી ક્યારે થશે ? રખડતા પશુઓને પાંજરે ક્યારે પૂરાશે ? તેમજ હજી કેટલા જીવ જવાની તંત્ર રાહ જોઈ બેઠું છે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે

[wptube id="1252022"]
Back to top button