નર્મદા જિલ્લાના ધાર્મિક સ્થળો-આશ્રમો અને યાત્રાધામ ખાતે આપત્તિ સમયે સાવચેતી અંગે તંત્રની બેઠક

નર્મદા જિલ્લાના ધાર્મિક સ્થળો-આશ્રમો અને યાત્રાધામ ખાતે આપત્તિ સમયે સાવચેતી અંગે તંત્રની બેઠક
આપત્તિના સમયે રાખવાની થતી કાળજી તથા આગને કાબુમાં લેવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવો તે અંગે લાઈવ ડેમોસ્ટ્રેશનના માધ્યમથી અપાયેલી વિસ્તૃત જાણકારી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ આશ્રમો, ધાર્મિક સંકુલના વહીવટદાર, સંચાલકઓ, ટ્રષ્ટીશ્રીઓ અને મેનેજરશ્રીઓની આજે નિવાસિ અધિક કલેક્ટર સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળોએ વાર તહેવારે – પ્રસંગે શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં અવાર નવાર આવતા હોય છે. અને અક નાના-મોટા મેળાઓ આ દેવસ્થાનોએ ભરાય છે. ત્યારે આવા સ્થળોએ આકસ્મિક ઘટનાના સમયે બચાવ અને રાહત કામગીરી કેવી રીતે કરી શકાય તેનું પાવર પોઈટ પ્રેઝન્ટેશન અને લાઈવ ડેમોસ્ટ્રેશનના માધ્યમથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમના કન્સલ્ટન્ટ સુરેશભાઈ ગામી અને તેમની ટીમ દ્વારા વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને આગ લાગવાની દુર્ઘટના સમયે આગને કેવી રીતે કાબુમાં લઈ શકાય અને દુર્ઘટનાને કાયમી રીતે ટાળી શકાય તેની સમજૂતિ આપવામાં આવી હતી.
જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો-આશ્રમો ખાતે આપત્તિ વ્યવસ્થાપનને લગતી તૈયારીઓની ચકાસણી અર્થે તાલુકા કક્ષાએ મામલતદારની અધ્યક્ષતામાં બનાવાયેલી કમિટી દ્વારા ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમિતી દ્વારા થઈ રહેલી કામગીરી અંગેની ઝલક પણ નાયબ કલેક્ટરશ્રી એન.એફ.વસાવા દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને તેમાં પુરતો સહયોગ આપી આફણા જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની એસઓપીને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત સંતો-અગ્રણીઓએ કેટલાંક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.