નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પ્રેમિકાને મળવા આવેલા યુવાનનું શંકાસ્પદ મોત

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પ્રેમિકાને મળવા આવેલા યુવાનનું શંકાસ્પદ મોત
છોટાઉદેપુર જિલ્લાના તણખલાનો યુવાન પ્રેમિકાને મળવા આવતા પતિદેવ આવી જતા બારીમાંથી કૂદી ગયો હોવાનું પોલીસનું તારણ
મરણ જનાર યુવાનની માર મારીને હત્યા કરાઈ હવાની પરિવારને આશંકા
મૃતક યુવાની ડેડબડી સુરત ખાતે મોકલી પોસ્ટમોર્ટમ ફોરેન્સિક રિપોર્ટ મેળવવાની તજવીજ હાથ ધરાઇ
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે પ્રેમિકાને મળવા માટે આવેલ મુસ્લિમ યુવાનની મોત નીપજતા પોલીસ એક બાજુ અકસ્માતનો ગુનો નોંધી રહી છે ત્યારે બીજી બાજુ મૃતક યુવાનના પરિવારજનો યુવાનની હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવી શંકા વ્યક્ત કરતા હોય સમગ્ર મામલામાં ફોરેન્સિક રિપોર્ટ ઉપર હવે નજર મંડાઇ રહી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામ ખાતે રહેતો મિનહાજ ઉર્ફે અક્કો ઇબ્રાહીમભાઇ દીવાન ઉંમર વર્ષ 30 ના ઓ નો ગતરોજ સવારના 11:15 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કેટેગરી સી મા પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો, ત્યારે પ્રેમિકાનો પતિ અર્જુન તડવી અચાનક જ ઘરે આવી જતા પ્રેમિકાને મળવા માટે આવેલ યુવાન બારીમાંથી બહાર કૂદ્યો હોય તેને ઈજા થઈ હતી જેને સારવાર અર્થે ગડેશ્વરના સરકારી દવાખાનામાં ખસેડાયો હતો ત્યારબાદ તેને રાજપીપળાના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલા માં કેવડિયા પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી, અને બનાવની તપાસ કેવડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે .ચૌધરી હાથ ધરી રહ્યા છે .
આ સમગ્ર પ્રકરણમાં મૃતક યુવાન ના પરિવારજનો તરફથી યુવાન ને પ્રેમિકાના પરિવારજનો એ માર મારીને તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યકત કરી ને તેની હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
મૃતક યુવાનના પરિવારજનોએ પોલીસ તંત્ર સમક્ષ આ યુવાનની હત્યા કરાઈ હોવાની વેદના ઠાલવી છે અને મૃતક યુવાનનું ફોરેન્સિક જાંચ કરવાનો અને તેનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટરો દ્વારા કરવાની રજૂઆત કરાતા યુવાનના મૃતદેહને સુરત ખાતે લઈ જવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે,યુવાનને જે ઇજાઓ થઈ તેની ફોરેન્સિક ચાર્જ કરવાની દિશા માં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, મૃતક યુવાન ની નાકમાંથી લોહી વહી રહ્યું છે અને આંખ ઉપર પણ તેને ઈજા થઈ છે તેમજ તેના કોઈપણ જાતના હાથ કે પગ ભાગ્યા ન હોય પરિવારજનો તરફથી તેને માર મારી હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતા શું આ મામલામાં યુવાન ની હત્યા કરાઇ છે??? કે પછી અકસ્માતે મોત થયો છે ?? એ તપાસનો વિષય બન્યો છે.






