
રાજપીપલા શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના જીમ્નાસ્ટીકના પાંચ વિદ્યાર્થીઓની પસંદગી
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા આયોજિત આંતર કોલેજ જીમ્નાસ્ટીક્સ સ્પર્ધાનું આયોજન તારીખ ૦૪.૦૯.૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં શ્રી એમ. આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાંચ વિદ્યાર્થીઓ નરેશ ઠાકોર, કૈરવ રાઠોડ, દર્શના કલાલ , અર્પરાજસિંહ ચૌહાણ, ઈશા વસાવાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જીમ્નાસ્ટીક્સની ટીમ માં પસંદગી પામી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામેલ તમામ પાંચ ખેલાડીઓ અને તેમના કોચ સુમિત ખારપાસને કોલેજના આચાર્ય ડો શૈલેન્દ્રસિંહ માંગરોલા, જીમખાના કમિટી ના ચેરમેન એસ.એલ. પટેલ, સભ્યો ડો. રાહુલ ઠક્કર અને ડો. કમલ ચૌહાણે તમામ ખેલાડીઓ ને અભિનંદન પાઠવી ઉત્સાહ વધાર્યો હતો. પસંદી પામેલા તમામ ખેલાડીઓ નેશનલ લેવલ પર ભાગ લઇ કોલેજ અને યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ નેશનલ લેવલ પર કરશે.






