
કારમાં ચોર ખાનું બનાવી સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ સાગબારા પોલીસે ઝડપી લઇ બે આરોપીઓની અટક કરી
રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના સાગબારાના ધનશેરા પોલીસ ચેક પોસ્ટ પરથી ડસ્ટર ગાડીમાં શીટ નીચેના તથા પાછળની ડીકીના ભાગે બનાવેલ ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે સાગબારા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે
પ્રાપ્ત વિગતો અનુસાર સાગબારા પોલીસ સ્ટાફના માણસો ધનશેરા ચેકપોસ્ટ વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી એક ડસ્ટર ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ 02 BH 1007 ની આવતા જેને ચેક તેમાં ચોરખાનુ બનાવી સંતાડી રાખેલ ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કક્વાટરીયા નંગ-૪૬૦ જેની કિ.રૂ. ૪૬,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ભરેલ મળી આવતા સ્થળ ઉપર આરોપીઓ (૧) મુબારક ગુલામ મહંમદ હોથી ઉ.વ.૪૫ રહે. કુંભાર વાડા બારા સૈયદ રોડ સુખનાથ ચોક જુનાગઢ હાલ રહે. સોનાઇડી તા.વંથલી જી.જુનાગઢ (૨) સાહિલ ફરીદભાઇ શેખ ઉ.વ.રર રહે.તારા બંગલા પાસે, બારા સૈયદ રોડ, જુનાગઢ હાલ રહે. ૨૩૦,આંબાવાડી ફળીયુ, દાતાર રોડ પોલીસ લાઇનની સામે જુનાગઢ, નાઓને ગુનાના કામે ઝડપી લઇ સાગબારા પોલીસ મથક માં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત ગુનાના કામે આરોપી ધીરેન અમૃતલાલ કારીયા રહે. જુનાગઢ ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે 







