
તિલકવાડાના રતુડિયા ગામે ખરાબ રસ્તાથી ગ્રામજનો હેરાન : ગરબા રમી અનોખો વિરોધ
નર્મદા છોટાઉદેપુર બોર્ડર ઉપર આવેલ ગામમા 25 વર્ષે પણ રસ્તો નહિ બનતા ગ્રામજનોમાં રોષ
રોડ ખરાબ હોવાથી કીચડ અને ખાડા નું સામ્રાજ્ય , રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાને છોટાઉદેપુર જિલ્લાની હદને જોડતા નેશનલ હાઈવે તિલકવાડા તાલુકાના રતુંડીયા ગામનો ડામર રોડ છે જેમાં અંદાજિત બે કિલોમીટરના રસ્તામાં મસ મોટા ખાડા પડી ગયા છે ૮૦૦ માણસોની વસ્તી ધરાવતા ગામને જોડતા મુખ્ય રોડ ઉપર એટલી હદે ખાડા પડ્યા છે કે કોઈ બીમાર વ્યક્તિ ને ૧૦૮ કે અન્ય વાહનમા લઈ જવાય તો રસ્તામાં દર્દી વધુ બીમાર પડી જાય તેવી પરિસ્થિતિ ડામર રોડની છે. નોકરિયાત , શાળા જતા બાળકો, ખેત મજૂરી કરતા ખેડૂત, વેપારીઓ બધાને ભારે મુશ્કેલી પડી રહી છે
નર્મદા જિલ્લાના નાદોદના ધારાસભ્ય અને છોટાઉદેપુર સાસંદના મત વિસ્તારમા આવતું આ ગામ છે. ગામમા વરસાદી પાણી રોડ ઉપર મસમોટા ખાડામા ભરાયા છે. ખાડામાં ભરાયેલ વરસાદી પાણીથી કીચડ જ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે શાળાના બાળકો આંગણવાડીના બાળકો દૂધ ભરતી મહિલાઓ સૌ કોઈ ગામના મુખ્ય ડામર રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણી અને કીચડ માંથી પસાર થવા મજબુર બન્યા છે.

ગ્રામજનો ગામના મુખ્ય ડામર રોડ ઉપર ભેગા થઈને જ્યાં ખાડામાં પાણી ભરાયા છે ત્યાં ગરબા રમી અનોખો વિરોધ કર્યો છે વધુ માં જણાવ્યું કે ચૂંટણી વખતે વોટ લઈ ગયા તો ત્યારના કોઈ નેતા દેખાયા નથી તો નેતાઓ અધિકારીઓ તંત્રને ધ્યાને આવે ઉપરાંત આ રસ્તો બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર સાંસદ અને નાંદોદ ધારાસભ્ય આ ગામની મુલાકાત ચૂંટણી પેહલા એકવાર લે તેવી પણ માંગ ઉઠી છે.
દર્શના બેન અને ગીતાબેન વોટ લઈ ને ગયા પછી આવ્યા છે ?? : ગ્રામજનોનો તીખો સવાલ
જોકે રોસે ભરાયેલા ગ્રામજનોએ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ચૂંટણી સમયે આવ્યા બાદ ગામમાં જોવા પણ આવ્યા નથી તેઓ આક્ષેપ લગાવ્યો હતો અને દર્શનાબેન અને ગીતાબેન વોટ લઈને ગયા પછી આવ્યા છે ખરા તેવા તીખા સવાલ ઊભા કર્યા છે






