
નર્મદા જિલ્લામાં વન અધિકારને લગતા વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ લાવવા આદિવાસીઓની ઉગ્ર માંગ સાથે રેલી
જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી જીલ્લા કક્ષા ના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા ની આર્ચ વાહિની સંસ્થા દ્વારા રજુઆત કરાઈ
રાજપીપળા : જુનેદ ખત્રી
પૂર્વપટ્ટી વનાધિકાર ગ્રામસભા સંઘ જય આદિવાસી મહાસંઘ, નર્મદા આદિવાસી મહાસભા ગુજરાત સહિત આર્ચ વાહિની સંસ્થા નર્મદાની આગેવાનીમાં રાજપીપળા ખાતે આદિવાસીઓની ઍક વિશાળ રેલી પોતાની જંગલની જમીનોના અધિકારો માટે રાજપીપળા કાલાઘોડા થી કલેકટર કચેરી સુધી નીકળી હતી અને નર્મદા કલેકટર કચેરીએ પહોંચી જીલ્લા કલેકટર શ્વેતા તેવતિયાને આવેદનપત્ર આપ્યુ હતુ
નર્મદા જીલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્ર માં નર્મદા જિલ્લામાં વન અધિકાર કાયદાના અમલને લગતા જે પ્રશ્નો હજી પડતર છે તેના ઝડપી ઉકેલ માટે ની માંગણી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના પડતર તેમજ ઓછા ક્ષેત્રફળ સાથે મંજૂર થયેલા વિવાદિત દાવાઓના નિકાલ માટે સેટેલાઇટ ઇમેજરી આધારિત ચકાસણી કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી છે અને એ માટે જી.પી.એસ. માપણીની શેપ ફાઇલો ગીર ફાઉન્ડેશનને મોકલીને એની પાસેથી ભલામણો મેળવવામાં આવી છે. આને કારણે ઘણા પેન્ડીંગ દાવાઓ મંજૂર થયા છે અને ઓછા ક્ષેત્રફળવાળા વિવાદિત દાવાઓનું ક્ષેત્રફળ પણ વધ્યું છે. આ કામગીરી માટે ગુજરાત સરકાર નો આભાર માન્યો હતો
પરંતુ તેની સાથે વન અધિકાર કાયદાના અમલને લગતા ઘણા પ્રશ્નો ઘણા વરસોથી હજી પેન્ડીંગ છે. અને વારંવાર રજૂઆતો કરવા છતાં એનો હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. આમાંના મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ તો અહીં જિલ્લા કક્ષાએ જ આવી શકે એમ છે. માટે આપને વિનંતી કરીએ છીએ કે આ પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક જરૂરી પગલાં ભરશો. અને જે પ્રશ્નો માટે રાજ્ય સરકારને રજૂઆત કરવાની જરૂર હોય તે પ્રશ્નો કલેકટર કક્ષા એ થી ઉકેલવા ની માંગ કરવામાં આવી હતી.
વ્યક્તિગત અધિકારોને લગતા પ્રશ્નો વહેલી તકે ઉકેલવા જેમકે ગીર ફાઉન્ડેશનમાંથી ચકાસણી થઇને આવી ગયા હોવા છતાં પ્રાંત કે જિલ્લા સમિતિએ હજુ સુધી મંજૂર નથી કર્યા એવા દાવાઓ ના પ્રશ્ન ગીર ફાઉન્ડેશને ચકાસણી કરીને અત્યાર સુધીમાં પરત મોકલેલા કુલ આશરે ૭૬૦૦ (પેન્ડીંગ તેમજ ક્ષેત્રફળના વિવાદવાળા) દાવાઓના લગભગ ૭૦૦૦ (૯૦%) દાવા મંજૂર કરવાપાત્ર છે એવી ભલામણ પણ કરી છે. આ દાવાઓમાંથી આશરે ૫૫૦૦ જેટલા દાવા જિલ્લા સમિતિએ મંજૂર કરીને દાવેદારોને તેની સનદો પણ આપી દીધી છે. પરંતુ બાકીના દાવાઓ માટે ગીર ફાઉન્ડેશનની ભલામણ તો ઘણા સમય પહેલા આવી ગઇ હોવા છતાં આ દાવાઓ હજુ સુધી મંજૂર કરવામાં આવ્યા નથી. આથી અમારી તમામ દાવાઓ તાત્કાલિક ધોરણે પ્રાંત અને જિલ્લા કક્ષાની સમિતિઓમાં મંજૂર કરવામાં આવે દાવેદારોને તેના આદેશપત્રો આપી દેવામાં આવે ની માંગ
ગીર ફાઉન્ડેશને ભલામણ કરેલ ક્ષેત્રફળ કરતાં ઓછું ક્ષેત્રફળ મંજૂર કરવાનો પ્રશ્ન છે તેનો નિકાલ લાવવા જે દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે, તેમાંથી ઘણા ,કેસોમાં પ્રાંત તેમજ જિલ્લા કક્ષાની સમિતિએ કોઇ કારણ વગર જ ગીર ફાઉન્ડેશને ભલામણ કરેલા ક્ષેત્રફળમાં ઘટાડો કરીને એનાથી ઘણું ઓછું ક્ષેત્રફળ મંજૂર કર્યું છે.
નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઇબ્સની એક ટીમ જિલ્લાની મુલાકાતે આવેલી. ત્યારે એ ટીમે પણ બેમાંથી જે ઓછું હોય તે ક્ષેત્રફળ આપવાની વાત કાયદા વિરુદ્ધની છે એમ જણાવ્યું હતું. તેમ છતાં હજી સુધી આ પ્રશ્ન ઉકેલાયો નથી. ગીર ફાઉન્ડેશન દ્વારા ભલામણ કરેલ ૨૦૦૫ પહેલાંથી ખેડાણ નીચેનું ક્ષેત્રફળ મંજૂર કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે
*** ૨૦૦૫ ની ઇમેજરી ઉપલબ્ધ નથી એવા દાવાઓનો પ્રશ્ન ઉકેલવામાં આવે …
૨૫૦૦ દાવા એવા છે જેમના કિસ્સામાં ટેકનીકલ ખામીને કારણે NRSA પાસેથી ૨૦૦૫ ની ઇમેજરી ઉપલબ્ધ થતી નથી. પરંતુ બાકીના દાવાઓમાં તો NRSAની ઇમેજરી ઉપલબ્ધ છે, તેમ છતાં હજી સુધી તેની ચકાસણી કરવામાં આવી નથી. જે કેસોમાં NRIAની ઇમેજરી નથી એ કેસોમાં પણ ગુગલઅર્થની ૨૦૦૬ ની ઇમેજરી તો ઉપલબ્ધ હતી જ, અને કેન્દ્ર સરકારની ૨૦૧૫ ની ગાઇડલાઇન્સમાં એન.આર.એસ.એ. ઉપરાંત ગુગલની ઇમેજરીને પણ ધ્યાનમાં લઇ શકાય એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આમ છતાં, અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગીર ફાઉન્ડેશન દ્વારા આ દાવાઓ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી .
વન અધિકાર કાયદા હેઠળ રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પાડવાની અત્યારની પદ્ધતિમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે અને એને બદલે દાવેદાર પતિ-પત્નીના નામ જમીન ધારક કે કબજેદાર તરીકે દાખલ થાય અને દરેક દાવેદારના અગલ 8-અ અને દરેક પ્લોટના અલગ 7-12ના ઉતારા નીકળે એવી પદ્ધતિ અપનાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે. એની સાથે બીજા હક્કની કોલમમાં આ જમીનો વેચાણ કરી શકાશે નહીં અને ફક્ત વારસાઇ જ થઇ શકશે એવી શરત મૂકવામાં આવે ની માંગ કરવામાં આવી છે.
ગૌણ વન પેદાશોના વાહતુક માટે વાહતુક પાસ પણ ગ્રામસભા જ આપી શકે તે માટે વ્યવસ્થા અપનાવવામાં આવે અને ટ્રાન્સીટ પરમીટ આપવાની સત્તા સામુદાયિક વન અધિકારો ધરાવતી ગ્રામસભાઓને સોંપી દેવામાં આવે. આ માટે કાર્યવાહી શરૂ કરવા માટે વન વિભાગને જરૂરી સૂચના આપવા રજૂઆત કરાઈ છે
જિલ્લામાં ટુરીઝમનો વિકાસ થાય એમાં કોઇ વાંધો નથી. પરંતુ એ કરતી વખતે જંગલોને નુકસાન ન થાય તેની પણ કાળજી રાખવાની જરૂર છે સહિતની રજૂઆતો માંગણીઓ સાથે આવેદન પત્ર પાઠવી આદિવાસીઓએ પોતાની માંગણીઓ નો ઝડપી ઉકેલ લાવવા રજૂઆત કરી છે






