સગીરા સાથે બળજરીપૂર્વક સરીરિક સબંધ બાંધી ગર્ભવતી બનાવનાર આરોપીને રાજપીપલા કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકરી
ભોગ બનનાર સગીરાએ આરોપીનું નામ નહિ જણાવતા આરોપીને ઝડપી પાડવા ફળિયાના બધા યુવાનોના DNA લેવાયા હતા
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લા સેસન કોર્ટે પોસ્કો હેઠળ એક મહત્વના કેસનો આજે ચુકાદો સંભળાવ્યો છે જેમાં આરોપીને વીસ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે
પ્રસ્તુત કેસની હકીકત એમ છે કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાં સગીરા ને પેટમાં દુખાવો થતાં તેની માતા હોસ્પિટલ દવા લેવા લઈ ગઈ હતી ત્યારે ઉપસ્થિત તબીબે સગીરાના પેટમાં છ માસનો ગર્ભ હોવાનું જણાવતા સનસનાટી ફેલાઇ હતી સગીરાની માતાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ પોસકો હેઠળ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી હતી સગીરા કોઈ કારણોસર દુષ્કર્મ કરનાર નું નામ નહિ જણાવતા પોલીસે ફળિયાના બધા યુવાનોના DNA સેમ્પલ લઈ સગીરાના બાળક સાથે સરખાવ્યા હતા ત્યાર સગીરાના કાકાનો છોકરો નરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી ખોડાભાઈ વસાવા આરોપી નીકળતા વધુ તપાસ બાદ હકીકત બહાર આવી કે લોકડાઉનના વખતે આરોપી ઘરે રહેતો હોઈ અને ભોગબનનાર ઘરે એકલી હોય મોકો જોઈ ભોગબનનાર સાથે તેણીની મરજી વિરુધ્ધમાં અવાર નવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી આ વાતની જાણ તું કોઈને કરીશ તો આપી બદનામી થશે તેમ કહી ભોગબનનારને પ્રગ્નેન્ટ બનાવી હતી તા.૨/૨/૨૧ ના રોજ ભોગબનનાર સગીરાએ શિશુને જન્મ આપ્યો હતો
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્રીકી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વડીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે ભયજી ખોડાભાઈ વસાવા ને કલમ-૩૭૬(૨), (જે), (એન), (૩) મુજબના ગુના કામે ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦/- ના દંડની સજા દંડની સજાનો હુકમ ફરમાવ્યો છે






