NANDODNARMADA

નર્મદા જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.જી. વસવાનું રાજ્ય ડીજીપીના હસ્તે સન્માન

નર્મદા જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.જી. વસવાનું રાજ્ય ડીજીપીના હસ્તે સન્માન

નર્મદા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચમાં સેવા આપી ગુનાઓ શોધવામાં ઉત્તમ કામગીરી બદલ પીએસઆઈ બી જી વસાવાનું સન્માન

રાજપીપળા: જુનેદ ખત્રી

એમ તો નર્મદા જિલ્લામાં ઘણા બધા ગુનાહોની તપાસમાં આરોપીઓને ઝડપી પાડવામાં તેમજ ગુનાની જળ સુધી પહોંચવામાં નર્મદા જિલ્લા એલસીબીને સફળતા પ્રાપ્ત થઈ છે

હાલમાંજ ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે નર્મદા જિલ્લા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇ બી જી વસાવાને તેમની ઉત્તમ કામગીરી માટે પ્રમાણપત્ર આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા ના હસ્તે પ્રસંશા પત્ર આપવામાં આવ્યું છે જે નર્મદા પોલીસ અને નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે

પ્રશંસાપત્ર લખ્યું છે કે આપે ચોરીના ગુના શોધવાની અને આરોપી પકડવાની કામગીરી ખંત,નિષ્ઠાપૂર્વક અને ખુબજ સારીરીતે બજાવેલ હોય આપની સરાહનીય, પ્રશંસનીય, કામગીરી બદલ ખરેખર હું ખૂબજ ગર્વની લાગણી અનુભવું છું અને તે બદલ આ પ્રશંસાપત્ર આપને એનાયત કરૂ છું, ભવિષ્યમાં પણ ઉત્તરો ઉત્તર દરેક ક્ષેત્રમાં આપને સોંપવામાં આવેલ તમામ કામગીરી આ પ્રકારે ખંત અને નિષ્ઠાપૂર્વક કરતા રહેશો તેવી અપેક્ષા રાખુ છું નર્મદા જિલ્લા એલસીબી પી એસ આઈ બી જી વસાવાના સન્માન થી જિલ્લા પોલીસ બેડામાં ખુશી જોવા મળી રહી છે

[wptube id="1252022"]
Back to top button