
લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે રાજપીપળામાં પોલીસની ફ્લેગમાર્ચ
રાજપીપલા : જુનેદ ખત્રી
અગામી ચાર તારીખે લોકસભાની ચૂંટણીઓ નું પરિમાણ જાહેર થવાનુ છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ સતર્ક બની છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબે ની સૂચના પુજબ રાજપીપલા ટાઉન માં પોલીસે ફ્લેગમર્ચ કરી હતી
પ્રો. નાયબ પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ ટાઉન પોલીસ મથક રાજપીપલા કૃણાલ સિંહ પરમાર ની અધ્યક્ષતામાં રાજપીપલા શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી શેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પરિણામના દિવસ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે દિશામાં પોલીસ પ્રયાસ કરી રહી છે
નર્મદા જિલ્લો બે લોકસભા માં વેહચાયેલ છે જેમાં નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા તાલુકાના છોટાઉદેપુર લોકસભા માં સમાવેશ થાય છે જ્યારે ડેડીયાપાડા અને સાગબારા ભરૂચ લોકસભા માં સમાવિષ્ઠ છે ભરૂચ લોકસભામાં ભાજપના દિગ્ગજ નેતા અને છ ટર્મ સતત સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવા સામે આમ આદમી પાર્ટી તરફથી ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવા એ ચૂંટણી લડી છે ત્યારે લોકસભા ની ભરૂચ બેઠક ઉપર સૌ કોઈની નજર છે જોકે સમગ્ર જિલ્લામાં ચૂંટણીના પરિણામોના દિવસે શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાય તે દિશામાં નર્મદા પોલીસ પ્રયાસ કરી રહી છે