
નર્મદા જિલ્લામાં પિરામલ ફાઉન્ડેશન – કોમ્યુનિટી ઈમર્સન સમારોહ યોજાયો
રાજપીપલા: જુનેદ ખત્રી
પિરામલ ફાઉન્ડેશન ગાંધી ફેલો દ્વારા નર્મદા જિલ્લાના 3 બ્લોક નાંદોદ, ગરુડેશ્વર, ડેડિયાપાડામાં ૨૦ દિવસના કોમ્યુનિટી ઈમર્સન પ્રક્રિયા અંતર્ગત, ગામડામાં રહીને ગ્રામીણ વાતાવરણ કે જેમાં તેમના રીત-રિવાજો, સંસ્કૃતિ, જીવનનિર્વાહના માધ્યમો અને તેમની સમસ્યાઓ જાણવા અને કેવી રીતે બદલાવ આવે તે સમજવા માટે તેના પર કામ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો, લોકો, શાળા, આંગણવાડી અને સમુદાયો સાથે મળીને ગામના અને ગ્રામવાસીઓના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટો અને પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જેનો સમાપન સમારોહ તારીખ ૫ જાન્યુઆરી ૨૦૨૩, ગુરુવારના ના રોજ નર્મદા જિલ્લા પંચાયતના મીટીંગ હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કોમ્યુનિટી ઈમર્સન સમાપન સમારોહ પ્રક્રિયામાં મહિલા અને બાળ વિકાસ અધિકારી ક્રિષ્ના પટેલને ગાંધી ફેલો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલ કાર્યને ગેલેરી વોક દ્વારા સમજાવવામાં આવેલ હતું. મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા સમુદાયમાં મિડવાઇફ્સ, સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે કેવી રીતે કામ કરી શકીએ તે વિશે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.
કાર્યક્રમમાં પિરામલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તબરેઝ સિદ્દીકી, જિલ્લા અગ્રણી નજમા કેશવાણી, ડીપીએલ સંતોષ કુમાર સાવનેર, ગાંધી ફેલો ધ્રુવી મહેતા, નયન પાટીલ, યોગેશ ઘરટે, ઝુબેર શેખ અને એડમિન કિશન પ્રજાપતિ હાજર રહ્યા હતા અને પોતાના મંતવ્યો વ્યક્ત કાર્ય હતા.






