GARUDESHWARNANDODNARMADA

એકતાનગર પ્રિમિયમ લીગ -૨૦૨૩નું આયોજન.

વાત્સલ્યમ
સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

એકતાનગર ખાતે SOUADTGA દ્વારા એકતાનગર પ્રિમિયમ લીગ -૨૦૨૩નું આયોજન.

• EPL -2023 માં જીલ્લાની વિવિધ ૯ કચેરીઓની ટીમ ભાગ લઇ એકતાનો સંદેશ આપશે.

• તા. ૧૮,૧૯ અને ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન એકતાનગરના વિર ભગતસિંહ પ્રાથમિક શાળાના મેદાનમાં થશે આયોજન.


• SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ, જીલ્લા કલેકટર સુ.શ્રી શ્વેતા તેવતિયા, જીલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની ઉપસ્થિતીમાં થશે પ્રારંભ.

એકતાનગર ખાતે સર્વપ્રથમ વાર SoUADTGA દ્વારા એકતાનગર પ્રિમિયમ લીગ -૨૦૨૩નું આયોજન મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યુ છે. EPL -2023 માં જીલ્લાની વિવિધ ૯ કચેરીઓની ટીમ ભાગ લઇ એકતાનો સંદેશ આપશે, તા. ૧૮,૧૯ અને ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન એકતાનગરના વિર ભગતસિંહ પ્રાથમિક શાળાના મેદાનમાં કરવામાં આવ્યુ છે.


EPL -2023માં જીલ્લાની વિવિધ ૯ ટીમો ભાગ લેશે જેમાં ૧) SoU XI ૨) કલેકટર XI ૩) પંચાયત XI ૪) SP XI ૫) નર્મદા નિગમ XI ૬) CISF XI ૭) SRPF XI ૮) GSECL XI ૯) કોર્ટ XI ભાગ લેશે.

આ અંગે SoUADTGA ના અધિક કલેકટર સર્વ શ્રી ધવલ જાની, શ્રી હિમાંશુ પરીખની ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બેઠકમાં શ્રી જાની અને શ્રી પરીખે જણાવ્યુ હતુ કે, SoUADTGA ના માનનીય મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ સાહેબના વિચાર અને માર્ગદર્શનથી સમગ્ર આયોજન કરવામાં આવ્યુ છે અને જીલ્લાની વિવિધ કચેરીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરી તે થકી એકતાનો સંદેશ આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
EPL -2023નો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સવારે ૭.૦૦ કલાકે યોજાશે જેમાં ભાગ લેનાર તમામ ટીમ પણ ઉપસ્થિત રહેશે. આ ઉદ્ઘાટન સમારોહમાં EPL -2023નો લોગો અને ખાસ તૈયાર કરાયેલ થીમ સોંગ પણ અને ટ્રોફીનું અનાવરણ થશે.પ્રિમિયર લીગમાં ૫ દિવસમાં કુલ ૧૭ મેચનું થશે આયોજન થનાર છે.ફાઇનલ મેચ તા. ૨૬//૦૨/૨૦૨૩ ના રોજ યોજાશે.

 

[wptube id="1252022"]
Back to top button