નર્મદા જિલ્લાની તમામ કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઈ કલેકટર દ્વારા આદેશ અપાયા
સમગ્ર જિલ્લામાં શાળા કોલેજ મોલ કોમ્પલેક્ષ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે ચેકીંગ
CNG સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષાઓનું ચેકીંગ કરવા RTO અને પોલીસ વિભાગને આદેશ અપાયા
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજકોટ ટીઆરપી ગેમ્સમાં બનેલી ગોઝારી આગની ઘટનામાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ થયો છે
નર્મદા જિલ્લામાં કલેકટર દ્વારા તમામ કચેરીઓમાં ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા આદેશ કરાયા છે ઉપરાંત રાજપીપળા સહિત જિલ્લામાં ચાલતી શાળા કોલેજો હોસ્પિટલો મોલ્સ દુકાનો તેમજ કોમ્પલેક્ષમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે
સમગ્ર મામલે જિલ્લા અધિક કલેકટર સી. કે. ઊંધાટ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે કલેકટર કચેરીમાં પ્રથમ માળે તમામ ફાયર એક્સ્ટિંગ્યુસર કાર્યરત છે ઉપરાંત જે વિભાગોમાં એક્સપાયર થઈ ગયા છે તેમને સૂચના આપી દેવાઈ છે જિલ્લાની તમામ શાળા, ધાર્મિક સ્થળો, કોલેજો, મોલ, દુકાનો, ટ્યુશન ક્લાસીસ વગેરે જગ્યાએ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા સર્ચ ચાલી રહ્યું છે જ્યાં પણ ફાયર સેફ્ટી નો અભાવ જણાશે ત્યાં નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત જિલ્લામાં ચાલતા સીએનજી સ્કૂલ વાહનોનું પણ ચેકીંગ કરવા જેતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું