NANDODNARMADA

નર્મદાના પોઇચા ખાતે ૦૭ પ્રવાસીઓ ડૂબ્યા, શોધખોળ માટે NDRF ની મદદ લેવાઇ

નર્મદાના પોઇચા ખાતે ૦૭ પ્રવાસીઓ ડૂબ્યા, શોધખોળ માટે NDRF ની મદદ લેવાઇ

નર્મદાના પોઇચા ખાતે ૦૭ પ્રવાસીઓ ડૂબ્યા, શોધખોળ માટે NDRF ની મદદ લેવાઇ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના પોઇચા ખાતે સુરત થી આવેલા પ્રવાસીઓ પૈકી સાત લોકો નર્મદા નદીમાં નાહવા જતા ડૂબ્યા ત્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ રાજપીપલા પાલિકાની ફાયર ટીમ દ્વારા ડૂબી ગયેલાઓ ની શોધખોળ શરૂ કરાઇ હતી

મળતી માહિતી મુજબ સુરત ખાતેથી પોઇચા આવેલા બે પરિવારના લોકો નર્મદા નદીમાં નાહવા જતા તેમાંથી આઠ લોકો પાણીમાં ડૂબ્યા હતા સદ્ નસીબે એક ઈસમને સ્થાનિક તરવૈયાઓ એ બચાવી લીધો હતો પરંતુ ત્રણ બાળકો સાથે અન્ય સાત લોકો હજી પણ લાપતા હોવાની માહિતી મળી રહી છે રાજપીપલા પોલીસ તેમજ ફાયર ટીમ ઘટના સ્થળે પોહચી છે તેમની શોધખોળ માટે NDRF ની ટુકડી બોલાવાઈ છે હાલ NDRF દ્વારા સાત લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે

પોઈચા હોનારતમાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા ૦૭ પ્રવાસીઓ નામ

 

1) ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા 45 વર્ષ

) આરનવ ભરતભાઈ બલદાણિયા 12 વર્ષ

3) મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા 15 વર્ષ

4) વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા 11 વર્ષ

5) આર્યન રાજુભાઈ ઝીંઝાળા 7 વર્ષ

6) ભાર્ગવ અશોકભાઈ હડિયા 15 વર્ષ

7) ભાવેશ વલ્લભભાઈ હડિયા 15 વર્ષ

 

તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરતના છે આ તમામ સુરતના પ્રવાસીઓ પોઇચા નર્મદામાં ડુબીજતા હજી તેમની શોધખોળ ચાલી રહી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button