
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા એ ડોક્ટર બાબા સાહેબના જીવન ચરિત્ર અને એમણે લખેલા બંધારણને અનુસંધાને સંયોજક ધોળકિયા સાહેબ તથા નાંદનિયા સાહેબ દ્વારા એક જનરલ કોમ્પિટિશન નું આયોજન કરેલું હતું જેમાં વિભાગ A માં 8 થી 12 ધોરણના બાળકો અને વિભાગ Bમાં ધોરણ 12 ઉપર તમામ આ રીતે બે ભાગમાં સિદ્ધાર્થ હાઈસ્કૂલ ના પરિસરમાં સ્પર્ધાનું આયોજન કરેલ હતું. તેમાં બંને વિભાગમાંથી 80 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌને શાખા પ્રમુખ શ્રી મહાવીરસિહ જાડેજા દ્વારા શબ્દોથી આવકારવામાં આવ્યા બાદ કેશોદનગરના આમંત્રિત મહાનુભાવો હમીરભાઇ ધૂલા , બાબુભાઈ રાવલિય ડો સ્નેહલ તન્ના દ્વારા દિપ પ્રાગટ્ય કરી,વંદૅ માતરમ્ ગીત અને ડો. બાબા સાહેબને ફુલ્માળા પહેરાવી કરી હતી ત્યાર બાદ અને તેમના બંધારણનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રવચન બાદ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં દરેક સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપેલ હાતાં.તથા દરેક વિભાગના એક થી ત્રણ નંબરને ભારત વિકાસ પરિષદના આગામી કાર્યક્રમમાં પ્રમાણપત્ર ,શિલ્ડ,અને મોમેન્ટો આપવામાં આવશે આ કાર્યક્રમમાં સ્પર્ધકો આમંત્રિતો અને નગરજનો એ ખૂબ ઉત્સાહથી ભાગ લઇ ડો. બાબા સાહેબની જન્મ જયંતી પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ધન્યતા પ્રાપ્ત કરી અંતે આભાર વિધિ આ શાખાના મત્રી શ્રી દિનેશભાઇ કાનાબાર દ્વારા થયા બાદ રાષ્ટ્ર ગાન પછી આ કાર્યક્રમને વિરામ આપ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





