નર્મદા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર અને એક હોટલ મેનેજરને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા
વાવડી પાસે આવેલ VR હોટલના મેનેજર સહિત રોયલ્ટી ઇન્સ્પેક્ટર 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા
નર્મદા ખાણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઈન્સ્પેકટર ને 60 હજાર ની લાંચ લેતા નર્મદા ACB એ ઝડપી પાડ્યો
જુનેદ ખત્રી : નર્મદા
સરકારી કચેરીઓમાં કેટલાક સરકારી બાબુઓ અંડર ટેબલનો વહીવટ કરતા હોય છે ઉપરાંત ગેરકાયદેસર કામોને લીલી ઝંડી આપવા વચેટિયા રાખી લાંચ રૂશ્વત માંગતા હોય છે તેવા બાબુઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે નર્મદા જિલ્લા એલસીબી એ ખનીજ ખાતાના અધિકારી સહિત એક હોટલના મેનેજરને ૬૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે

મળતી માહિતી મુજબ જાગૃત નાગરિક ફરીયાદી પોતાની ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપલા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતો હોય દીપકકુમાર સોહનલાલ સાંવરિયા,રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ (કરાર આધારીત) ખનિજ ખાતુ, કલેકટર કચેરી, રાજપીપલા નર્મદા રહેવાસી .બી-૧૪ પ્રશાંત પ્લાઝા આનંદપુરા સરકારી પ્રેસ,વડોદરા ખાણ ખનીજ વિભાગ નર્મદાના ઓના જીઓ માઈન એપ્લીકેશન આધારે ફરીયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરીયાદીને વોટસએપ ઓડીયો કોલીંગ કરી જણાવેલ કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ જે ટ્રકને મે ખનીજના ગોડાઉનમાં મુકીશ તો તને અઢી થી પોણા ત્રણ લાખના દંડ થશે જેથી તારે દંડ ભરવો છે ? કે મને રૂ.૧,૦૦,૦૦૦/- આપવા છે ? તેમ જણાવતા આ વાત ફરીયાદીને રૂબરૂમાં કરતા ફરીયાદીએ જણાવેલ કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી પણ મે તમને રૂ.૬૦,૦૦૦/- ગમે તેમ કરી આપીશ અને બીજા રૂ.૪૦,૦૦૦/- પંદર દિવસ પછી કરી આપીશ તેવી વાત કરતા આ રોયલ્ટી ઇન્સ્પેકટર એ ફરીયાદીને વોટસએપ ઓડીયો કોલીંગ કરી રૂ.૬૦,૦૦૦/- ની માંગણી કરતા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી. માં ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર એ વાવડી ગામના હાઈવે ઉપર આવેલ વી.આર.હોટલમાં આપી દેવા જણાવતા કામીયાબઅલી માસુમઅલી સેલીયા, (પ્રજાજન) વી.આર.હોટલ મેનેજર હાલ રહે.વી.આર. હોટલ વાવડી ગામ હાઈવે તા.નાંદોદ જી.નર્મદા એ આ લાંચની રકમ રૂ .૬૦,૦૦૦/- સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા નર્મદા એ.સી.બી. એ બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલામાં ટ્રેપીંગ અધિકારી ડી.ડી.વસાવા,પોલીસ ઇન્સ્પેક્ટર.નર્મદા એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.તેમજ સુપરવીઝન અધિકારીમાં પી.એચ. ભેસાણીયા,મદદનીશ નિયામક,એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા એ સરાહનીય કામગીરી બજાવી છે






