NANDODNARMADA

નર્મદા એલસીબીએ ચોરીની મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી લીધો

નર્મદા એલસીબીએ ચોરીની મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી લીધો

તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દ્રરમાં ગામેથી વાહન ચેકીંગ દરમ્યાન ત્રણ ચોરીની મોટર સાયકલો સાથે એક ઇસમને ઝડપી પાડી રાજ્યના ત્રણ અનડીટેક્ટ વાહન ચોરીને ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા

રાજપીપલા : જુનેદ ખત્રી

જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાઓ એ મિલ્કત સબબ ગુનાના ડીટેક્ટ કરવાની તથા વાહન ચેકીંગમાં રહેવાની સુચના અનુસંધાને બી.જી.વસાવા પો.સ.ઇ, એલ.સી.બી. તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફનાઓ તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દ્રમા ગામ પાસે વાહન ચેકીંગમા હતા દરમ્યાન એક શંકાસ્પદ સ્પ્લેન્ડર મોટર સાયકલ ચાલકને રોકી નામ ઠામ પુછતા રાકેશ જુવાનીંગ સોલંકી ઉ.વ.૩૦ રહે. ધોધલપુર ઉપલા ફળીયા તા.સોઢવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) જણાવેલ અને સદર મો.સા.ના સાઘનિક કાગળો વિશે પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં તેમજ વધુ પુછપરછ કરતાં અન્ય બીજી બે મોટર સાયકલ ઇન્દરમાની ઝાડી કોતરમાં સંતાડેલ હોય જેથી સદર મોટર સાયકલોને પોકેટ કોપમાં સર્ચ કરતા સદર મોટર સાયકલો રાજ્યના અલગ-અલગ જીલ્લો ચોરી થયેલ હોવાનું જણાઇ આવતા સદર ત્રણેવ મોટર સાયકલો તેમજ આરોપીને કબજે કરી આગળની વધુ તપાસ અર્થે તિલકવાડા પો.સ્ટેને સોંપવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button