
નર્મદા જિલ્લા ભાજપ ઉપ્રમુખ ચંદ્રકાંત લુહાર સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાતા ચકચાર
ફરીયાદી મહિલા અગાઉ આરોપી ભાજપ નેતા ચંદ્રકાંત લુહાર સાથે લગ્ન ગ્રંથીથી જોડાયેલ હતી બાદમાં છૂટા છેડા લીધા હતા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા ભાજપ ઉપ્રમુખ ચંદ્રકાંત લુહાર સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી છે પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી મહિલા મમતાબેન ગુલાબસીંહ વસાવા અનુસુચીત જન જાતીના હોવાનુ સારીરીતે જાણતા હોવા છતા આ કામના આરોપી બક્ષીપંચ જ્ઞાતીનો હોઇ અને આ કામના આરોપીએ ઉપર જણાવેલ તારીખ ટાઇમ વખત અને જગ્યાએ ફરીયાદી બહેન નાઓને ગમે તેમ ગાળો બોલી જાતીવિષયક અપશબ્દ બોલી હું તને બદનામ કરી નાખીશ“ તેમ કહી ફરીયાદી બહેન નાઓ બાબતે ચારીત્ર્યહિનતાનુ આળ મુકી બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપતા સાગબારા પોલીસ મથકમાં ઇપીકો કલમ ૫૦૪,૫૦૬,તથા એટ્રોસીટી એક્ટ સુધારા અધિનીયમ ૨૦૧૫ ની કલમ કલમ ૩(૨)(૫-એ),૩(૧) (આર)(એસ) મુજબ પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે મયુરસિંહ રાજપુત નાયબ પોલીસ અધિક્ષક એસ.ટી એસ.સી. સેલ નર્મદા તપાસ કરી રહ્યા છે
બોક્ષ
આરોપી રાજકીય વગ ધરાવતો હોવાથી ફરીયાદી મહિલાની સાગબારાના નાલ ગ્રુપ ગ્રામપંચાયત માંથી તિલકવાડા ના વજેરીયા ગ્રામપંચાયત ખાતે બદલી કરાવી હોવાનો આક્ષેપ







