NANDODNARMADA

NANDOD: નાંદોદના સિસોદરા ગામે પૂરના ૧૫ દિવસ વીત્યાં છતાં ખેતીવાડી ફીડર કાર્યરત નહિ થતાં ખેડૂતોમાં રોષ

નાંદોદના સિસોદરા ગામે પૂરના ૧૫ દિવસ વીત્યાં છતાં ખેતીવાડી ફીડર કાર્યરત નહિ થતાં ખેડૂતોમાં રોષ

 

 રાજપીપલા > જુનેદ ખત્રી

નર્મદા ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે નર્મદા જિલ્લાના કાંઠાના ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ઘણા ગામો પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી ત્યાંના લોકોને હાલા કે વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત ખેડૂતોની ખેતીને ભારે નુકસાન થયું છે

 

પૂરના કારણે વીજ થાંભલા પડી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ત્યારે પૂરને ૧૫ દિવસ જેટલો સમય થઈ ગયો છતાં પણ નાદોજ તાલુકાના સિસોદ્રા ગામમાં ખેતીવાડી ફીડર બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે આજે ખેડૂતોએ રાજપીપળા ખાતે આવેલ વીજ કચેરી ખાતે રજૂઆત કરી હતી ત્યારે ખેડૂતોના પાક પાણી વગર નુકશાન થાય તેવો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે ઝડપથી વીજ પુરવઠો શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે

 

[wptube id="1252022"]
Back to top button