NARMADA

NANDOD: નર્મદા જિલ્લામાં પૂરથી પીડિત લોકોને રાશન કીટ વિતરણ કરી વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરાઇ

NANDOD: નર્મદા જિલ્લામાં પૂરથી પીડિત લોકોને રાશન કીટ વિતરણ કરી વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરાઇ

 

નર્મદા જિલ્લાના ફાર્માસિસ્અટોએ પનાવ્યો અનોખો અભિગમ, પૂરગ્રસ્તવિસ્તારોમાં રાશન કીટ વિતરણ કરી માનવતા મહેકાવી

 

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા માં આવેલ વિનાશક પૂરના કારણે કાંઠા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે લોકોના ઘરવખરીના સામાન સહિત ઢોરઢાખરો પૂરના પાણીમાં તણાયા હતા ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ પણ સહાય માટે આગળ આવી રહી છે

 

નર્મદા જિલ્લાના ફાર્માસિસ્ટ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરીને વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂરગ્રસ્ત લોકોને મદદ કરીને જિલ્લાના ફાર્માસિસ્ટ બંધુઓ દ્વારા એક નવો માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસે નર્મદા જિલ્લાના તરસાળ ગામના નીચલા ફળીયાના ૩૦ જેટલા પૂરગ્રસ્ત પરિવારોને નર્મદા જિલ્લાના ફાર્માસિસ્ટ ભેગા મળી રાશન કીડનો વિતરણ કર્યું હતું અને વર્લ્ડ ફાર્મસીસ્ટ ડેની અનોખી રીતે ઉજવણી કરી માનવતા મહેકાવી છે

[wptube id="1252022"]
Back to top button