નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા સાંસદ ધારાસભ્યોની સરકારમાં રજૂઆત

નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા સાંસદ ધારાસભ્યોની સરકારમાં રજૂઆત
અચાનક વરસાદ અને વાવઝોડાના કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોને કરોડોનું નુકશાન
છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે નર્મદા જિલ્લામાં મોટાભાગે કેળા અને શેરડીની ખેતી ખેડૂતો કરતા હોય છે ત્યારે અચાનક આવી પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોનો ઉભો તૈયાર પાક નષ્ટ થઈ ગયો હતો જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે આ બાબતે ખેડૂતોએ પાક નુકસાનીનું યોગ્ય વળતર મળે તેવી માંગ ઉચ્ચારી હતી
પ્રજાની માંગને પગલે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ તેમજ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે રાજ્ય કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોએ અને થયેલ નુકસાનીનું યોગ્ય સર્વે કરવી વળતર ચૂકવવા માટે રજૂઆત કરી છે આ બાબતે લોક પ્રતિનિધિઓ એ કૃષિ મંત્રી રઘવજીભાઈ પટેલને પત્ર લખી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માંગ કરી હતી ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું






