NARMADA

નર્મદા : બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ મેળવનાર એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલને પ્રસંશા પત્ર

નર્મદા : બોર્ડની પરીક્ષામાં 100% પરિણામ મેળવનાર એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલને પ્રસંશા પત્ર

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લોએ આદિવાસી બહુલ વિસ્તાર છે અહીંયા શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે અને કરોડો રૂપિયા ઠાલવવામાં આવી રહ્યા છે

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું નર્મદા જિલ્લાનું પરિણામ ચાલુ વર્ષે ઓછું આવ્યું છે પરંતુ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ નાંદોદ ગોરાનું સો ટકા પરિણામ આવતા શાળા પરિવાર સહિત શિક્ષણ જગતમાં આનંદની લાગણી છવાઈ હતી

આદિવાસી વિદ્યાર્થીઓ ધરાવતી શાળાનું સો ટકા પરિણામ આવતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રસંશા પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી. ભૂસારા, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ , સહિત ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button