NARMADA

સુરેન્દ્રનગરમાં થયેલ દલિતોની હત્યા મુદ્દે રાજપીપળામાં બહુજન સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું

સુરેન્દ્રનગરમાં થયેલ દલિતોની હત્યા મુદ્દે રાજપીપળામાં બહુજન સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું

શાબ્દિક સુધારાથી અત્યાચારો બંધ નહિ થાય , કાયદાનો અમલ જરૂરી , દલિતો ઉપર થતાં અત્યાચારો રોકવામાં સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે : મુળજીભાઈ રોહિત

રાજપીપળા : જુનેદ ખત્રી

સુરેન્દ્રનગર જીલ્લામાં ખેતીની જમીન ખેડવા બાબતે દતિલો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે ઈસમોના મોત નીપજ્યા હતા ત્યારબાદ સમગ્ર રાજ્યમાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે

રાજપીપળા ખાતે પણ બહુજન સમાજના આગેવાનો દ્વારા અખિલ ભારતીય અનુસૂચિત જાતિ યુવજન સમાજ ના નેજા હેઠળ રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં એસસી એસટી કલમોનું પાલન કરવા અને દલિતો ઉપર થતાં અત્યાચારો બંધ કરવા રજૂઆત કરાઈ છે

આવેદનમાં જણાવ્યું છે કે તાજેતરમાં જિ. સુરેન્દ્રનગર, તા. ચુડા, ગામ સમઢિયાળામાં સવર્ણ સમાજના માથાભારે ઈસમોએ અનુસુચિત જાતિના પરિવાર ઉપર મિલ્કત બાબતે લાંબા સમયની તકરાર બાદ ખેતરમાં કામ કરતાં તા. ૧૨/૭/૨૦૧૩, બુધવાર સવારના ૭-૦૦ કલાક દરમ્યાન સમયે પરિવારને પોલીસ રક્ષણ ન આપવાના કારણે તેમના ઉપર હુમલો કરી બે ઈસમોની હત્યા કરી ત્રણને ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે. તેમ છતાં તેમના આરોપીઓને છાવરમાં આવી રહ્યા છે. જે શરમજનક બાબત છે, જે ખુબ જ દુઃખદ નિંદનીય ધટના હોય આરોપનીને ફાંસીની સજા થાય અને મૃતક પરિવારને રૂા. ૧ કરોડ સહાય આપવા અને મૃતક પરિવારના સભ્યને સરકારી નોકરી આપવા માંગ કરાઇ છે

જોકે રાજપીપળાના મુળજીભાઈ રોહિતે આ મામલે સખત શબ્દોમાં સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે લોકશાહી દેશના બંધારણમાં એસસી એસટી સમાજને રક્ષણ આપતા કાયદાઓ છે પરંતુ તેનું પાલન થતું નથી શાબ્દિક સુધારાથી અત્યાચાર બંધ નહિ થાય બંધારણમાં કાનૂની જોગવાઈઓ હોવા છતાં અનુસૂચિત સમાજને ન્યાય નથી મળતો જે ખૂબ દુઃખદ છે પીડિત પરિવારને ન્યાય મળે તેમજ પરિવારને સરકાર એક કરોડ રૂપિયાની સહાય આપે તેવી આગેવાનોએ માંગ પોકારી છે

 

[wptube id="1252022"]
Back to top button