
દેડિયાપાડાના રાલદા પાસેથી ટ્રકમાં લઈ જવાતો ૪૬ લાખનો વિદેશી દારૂ એલસીબીએ ઝડપી પાડયો
મહારાષ્ટ્ર ના અક્કલકુવા થી અમદાવાદ લઇ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં એલસીબી નર્મદાને સફળતા મળી
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારના રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇ-વે રોડ ઉપર ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે કુલ્લે રૂ.૬૪.૦૭ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરને દારૂની હેરાફેરી કરતાં એલસીબી નર્મદા એ ઝડપી લીધો છે

પ્રાપ્ત માહિતી મુજબ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહિ અંગેની વોચ તપાસમા હતા જે દરમિયાન બાતમી મળેલ કે અક્કલકુવા (મહારાષ્ટ્ર) તરફથી સાગબારા દેડીયાપાડા થઇને અંકલેશ્વર થી સુરત બરોડા હાઇવે થઇ અમદાવાદ તરફ ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઇ જવામાં આવનાર છે જવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી પીઆઇ દ્વારા પીએસઆઈ યુ.પી. પારેખ તેમજ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને બાતમીથી વાકેફ કરી વોચ ગોઠવી હતી ત્યારે ડેડીયાપાડા- સાગબારા હાઇ-વે ઉપર બાતમીવાળા ટાટા ટ્રકને રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા તેને રોકી તપાસ કરતાં ઇગ્લીશ દારૂના બોક્ષ નંગ-૯૫૩ તથા છુટ્ટા પ્લાસ્ટિકના ક્વાટર નંગ- ૩૦૩ મળી કુલ ક્વાટર નંગ-૪૬,૦૪૭/- જે કિ.રૂ. ૪૬,૦૪,૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા ટ્રક ચાલક આરોપી અજય બંસીલાલ ડાવર રહે.ભડક્યા તા.જી. ધાર (મધ્યપ્રદેશ) નાને પ્રોહીબીશનના કામે હસ્તગર કરી ગુનાના કામે ટાટા ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે કિ.રૂ.૬૪,૦૭,૬૭૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે






