નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના હરીપુરામાં થયેલ લાખોની લૂંટમાં પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના હરીપુરામાં થયેલ લાખોની લૂંટમાં પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારના હરીપુરા ગામમાં રહેતા અબ્દુલરઉફ હારૂનભાઈ મેમણની દુકાનમાં કેટલાંક બુકાનીધારી ઇસમો કોઇ સાધન વડે દુકાન તોડી દુકાનની વાટે ઘરમાં પ્રવેશ કરી ફરીયાદી સુતેલા હતા ત્યાં જઇને આ બુકાનીધારીઓએ લોખંડનો અણીદાર સળીયો તથા ધારીયા ફરીયાદીના ગળા ઉપર મુકી ધમકી આપી ફરીયાદીના ઘરમાં મુકેલ તિજોરીનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૧૪,૫૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા
આ ગુનાની જાણ સૌ પ્રથમ ગરૂડેશ્વર પીએસઆઈ પી.એમ. પરમારને થતાની સાથે જ તેઓ બનાવવાળી જગ્યાએ પોહચી ગયા અને પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરી નાકાબંધી કરવામાં આવી હતી સાથે સાથે ના.પો.અધિ. એકતાનગરને તથા નાઇટ રાઉન્ડના સુપરવિઝન તથા એલ.સી.બી. શાખાને તાત્કાલીક જાણ કરતાં એકતાનગર ડીવીઝનના ના.પો.અધિ. દ્વારા કેવડીયા ડીવીઝનની તથા એલ.સી.બી. તથા રાજપીપલા પો.સ્ટે.ની અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તાત્કાલીક બનાવવાળા સ્થળના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને કોર્ડન તથા નાકાબંધી કરવામાં આવી હતી બાદ સમગ્ર વિસ્તારમાં ટીમવાઇઝ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં સ્થાનિક લોકોએ પણ પોલીસને મદદ કરી હતી સાથો સાથ ગરુડેશ્વર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ તખતસિંહ ગોહીલની લૂંટારુઓને પકડવામાં મહત્વની ભૂમિકા કહી શકાય
આરોપીઓ હરીપુરા ગામ અંતરીયાળ વિસ્તારમા હોવાની માહિતી મળતા પોલીસે ગામને જોડતા તમામ પાકા- કાચા રસ્તા અને સમગ્ર જીલ્લામા નાકાબંધી તથા સર્ચ ઓપરેશનની કાર્યવાહીમાં હતા દરમ્યાન ગરૂડેશ્વરના પિછીપુરા ચોકડી પાસે બે સ્પ્લેન્ડર મો.સા. ઉપર ઇસમોને આવતા જોઇ પોલીસ ટીમો દ્વારા રોકી લઇ કોર્ડન કરી પાંચ ઇસમોને ઝડપી પાડેલ આ ઇસમોની પુછપરછ તથા અંગ ઝડતી તથા હાથમાં રહેલ થેલીઓની ઝડતી કરતાં તેઓની પાસે સોના-ચાંદીના દાગીના રોકડ રકમ રૂ. ૧૨,૯૧, ૧૦૧/-, બે મોટર સાયકલ તેમજ પાંચ મોબાઇલ કબજે કરી વિશેષ પુછપરછ કરતાં તેમણે હરીપુરા ગામમાં ચોરી કરેલ તેનો મુદ્દામાલ હોવાનું જણાવ્યું હતું
હરીપુરા ગામે થયેલ લૂંટના ગુનાના કામે પકડાયેલ આરોપીઓ…
(૧) વિજય સોમાભાઇ બારીયા રહે. વજેલાવ (ભુતવડ ફળીયુ) તા.ગરબાડા જી.દાહોદ
(૨) સુનિલ શામાભાઇ ડામોર રહે. સરસોડા (ખેડા કળીયુ), તા.ગરબાડા જી.દાહોદ
(૩) કમલેશ મડીયાભાઇ ખરાડ રહે. વજેલાવ (ભુતવડ ફળીયુ) તા.ગરબાડા જી.દાહોદ
(૪) કેશાભાઇ ઉર્ફે કિશોર મગનભાઇ ડામોર રહે. વજેલાવ (ભુતવડ ફળીયુ) તા.ગરબાડા જી.દાહોદ
(૫) વિજયભાઇ તીતડીયાભાઇ બામણીયા રહે. સલદા તા.ભાભરા જી.અલીરાજપુર (એમ.પી.) હાલ રહે. ગડુ તા.જી.ખેડા
*** ઝડપાયેલ પાંચ આરોપીઓ પૈકી ત્રણનો ઘરફોડ ચોરીનો ગુનાહિત ઇતિહાસ
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું કે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટારૂઓને ઝડપી લીધા છે જે ખૂબ સરહનીય છે ઉપરાંત આરોપીઓ દિવસ દરમ્યાન રેકી કર્યા બાદ મધ્ય રાત્રીના સમયે મોટર સાયકલો લઇને બુકાની બાંધી ધારધાર હથિયારો તથા પથ્થરના થેલા સાથે ઘરમાં પ્રવેશ કરી જો મકાન માલીક હાજર હોય અને જાગી જાય તો ઘર માલીકને બંધક બનાવી ધાડ કરી લૂંટ કરવાની ટેવવાળા હોવાનું જણાવ્યું હતું ઉપરાંત ઝડપાયેલ પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ અમદાવાદ, સુરત અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરી નો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એક આરોપી ફરાર છે જેને પકડવાની તજવીજ ચાલુ છે ઉપરાંત અન્ય જે પણ આરોપીઓ આ ગુનાના કામમાં સંડોવાયેલ હશે તો તેને પણ ઝડપી પાડી કાર્યવાહી કરાશે