DEDIAPADANARMADA

રાજપીપળા પાલિકા પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ વચ્ચે જંગ ખેલાશે

રાજપીપળા પાલિકા પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ વચ્ચે જંગ ખેલાશે

રાજપીપળા માં વોર્ડ નં. ૦૬ ના ભાજપના સભ્યનું મૃત્યુ થતાં ખાલી પડેલ બેઠક ઉપર યોજાશે ચૂંટણી

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ ૦૬ માં ભાજપના કોર્પોરેટરનું મૃત્યુ થતાં જગ્યા ખાલી પડતા એક સભ્યની બેઠક માટે ચૂંટણી યોજવા જઈ રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ સહિત અપક્ષ મેદાને છે

રાજપીપળા પાલિકાની એક બેઠક ઉપર પેટા ચૂંટણી માટે છ ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાંથી બે ઉમેદવારી પત્ર રદ થતાં કુલ ચાર ઉમેદવારો મેદાન માં છે જેમાં ભાજપ તરફે પાર્થ સુભાષચંદ્ર જોશી, કોંગ્રેસ તરફે નિવેદન ભાઈ તળપદા ( જીગર ) , આપ તરફથી વિજયસિંહ રાવલજી , ઉપરાંત પૂર્વ પાલિકા પ્રમુખ એવા મહેશભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે

નર્મદા જિલ્લા પ્રાંત અઘિકારી અને ચૂંટણી અધિકારીએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે જેમાં ભાજપ , કોંગ્રેસ , આપ અને એક અપક્ષ નો સમાવેશ થાય છે ચૂંટણી ૬.૮.૨૩ ના રોજ યોજાશે ઉપરાંત તંત્ર દ્વારા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી દેવાઈ છે ચૂંટણી જે તે વોર્ડના બુથ ખાતેજ યોજાશે ઉપરાંત EVM મશીન થી મતદાન થશે તેમ જણાવ્યું હતું

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button