NANDODNARMADA

નર્મદાના નાંદોદ તાલુકામાં ભારે પવન સાથે વરસાદથી કેળા શેરડી સહિત ઉભા પાકને નુકશાન

નર્મદાના નાંદોદ તાલુકામાં ભારે પવન સાથે વરસાદથી કેળા શેરડી સહિત ઉભા પાકને નુકશાન

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં રવિવારે સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેમાં નાંદોદ ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં વરસાદ નોંધાયો હતો

ભારે પવન સાથે વરસેલા વરસાદમાં નાંદોદ તાલુકામાં કેળા સહિતના ઉભા પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને કેળા શેરડી જેવા ઉભા પાકોને કમોસમી વાવાઝોડા સાથેના વરસાદમાં નુકસાન થયું છે ખેડૂતોનો તૈયાર ઉભો પાક વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થઈ ગયો હતો ત્યારે ખેડૂતોનો માથે નવી આફત આવી છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે નાંદોદ તાલુકાના કરાઠા, ધમણાચા, ધાનપોર, ભચરવાડા, હજરપુરા, રાજપીપલા, ભદામ વગેરે ગામોમાં કેળ સહિતના અન્ય ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે

[wptube id="1252022"]
Back to top button