NANDODNARMADA

રાજપીપળા શહેરમાં વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી : અનેક સ્થળોએ ઝાડ ધરાશાયી થતાં વાહનોને નુકશાન

રાજપીપળા શહેરમાં વાવાઝોડા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી : અનેક સ્થળોએ ઝાડ ધરાશાયી થતાં વાહનોને નુકશાન

જુનેદ ખત્રી : રાજપીપળા

હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો આજે સવારે રાજપીપળા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશયી થયા હતા જેના કારણે વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે

સમગ્ર નર્મદા જિલ્લામાં અને જિલ્લા વડા મથક રાજપીપળા ખાતે આજે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેમાં રાજપીપળા નગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો રાજપીપળા નગરપાલિકાની બાજુમાં આવેલી પીટીસી કોલેજનામાં મહાકાય વૃક્ષ પડતાં વીજ વાયરો તૂટી ગયા હતા ઉપરાંત રાજપીપળા જૂની કોર્ટ ગ્રાઉન્ડમાં આવેલ ઝાડ પડતા બાજુમાં પબ્લિક હોસ્પિટલમાં પાર્ક કરેલ બે ગાડી અને શાલીમાર ગેસ્ટ હાઉસ પાસે એક ગાડી આ વૃક્ષ નીચે દબાઈ જતા ભારે નુકસાન પહોંચ્યું છે, નવી સિવિલ હોસ્પિટલ સામે પણ મહાકાય વૃક્ષ પડતા ત્યાં ઉભેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, ઘટનાની જાણ થતા તંત્ર અને વીજ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સમારકામ શરૂ કર્યું હતું જોકે સવારે ૦૮ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા પહેલાં જ વરસાદમાં વીજપુરવઠો ખોરવાયો હતો ત્યારે વીજ કંપનીની પ્રીમોનસુંન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા

આંકડાકીય માહિતી જોઈએ તો નર્મદા જિલ્લામાં તારીખ ૦૪ જૂન સવારે ૦૮ થી ૧૦ વાગ્યા સુધી નાંદોદ તાલુકામાં ૧૨ મીમી, તિલકવાડા તાલુકામાં ૦૭ મીમી તેમજ ગરુડેશ્વર તાલુકામાં ૧૫ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં વરસાદ નથી નોંધાયો નર્મદા પોલીસ ટ્રાફિક શાખા દ્વારા મોવી રોડ ઉપર પડેલા ઝાડને તાત્કાલિક ધોરણે હટાવી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો

[wptube id="1252022"]
Back to top button