NANDODNARMADA

રાજપીપળા કસ્બાવાડ વિસ્તારમાં પાલિકા દ્વારા ડામર રસ્તો બનાવતા લોકોમાં ખુશી

રાજપીપળા કસ્બાવાડ વિસ્તારમાં પાલિકા દ્વારા ડામર રસ્તો બનાવતા લોકોમાં ખુશી

ભૂગર્ભ ગટરની કામગીરીથી ખોદાયેલા રસ્તાથી પ્રજા હતી ત્રસ્ત: નવા રસ્તા બનવાની શરૂઆત થતાં લોકોને રાહત

રાજપીપળા: જુનેદ ખત્રી

રાજપીપળામાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ થઈ ત્યારથી જ ખાડા વાળા અને ધૂડીયા રસ્તાઓથી પ્રજાજનો પરેશાન થઈ ગયા છે ત્યારે રાજપીપળા નગરપાલિકા દ્વારા જ્યાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવા વિસ્તારોમાં રસ્તાઓ બનાવવાની પાલિકા દ્વારા શરૂઆત કરી છે ત્યારે પ્રજાજનોને રાહત મળી છે

હાલમાંજ રાજપીપળા કસ્બાવાડ વિસ્તારમાં પાલિકા દ્વારા ડામર રસ્તો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે રસ્તાની કામગીરીની ગુણવત્તા બાબતે વોર્ડના સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા રાજપીપળા શહેરમાં રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ કરતાં લોકોમાં ખુશી જોવા મળી છે

[wptube id="1252022"]
Back to top button