
રાજપીપલા પોલીસ હેડ કોટર ખાતે જી આર ડી , એસ આર ડી જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાતમાં અગામી સાતમી મે ના દિવસે લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓ માટે અગાઉથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે અનુસંધાને નર્મદા જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર જીઆરડી, એસઆરડી જવાનોએ આજે નર્મદા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર જીતનગર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૭-૨૯ એપ્રિલ દમિયાન ચૂંટણીમાં ફરજ બજાવનાર વિવિધ કર્મચારી અધિકારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે જેમાં પ્રથમ તબક્કામાં જીઆરડી, એસઆરડી જવાનોએ મતદાન કર્યું હતું બીજા અને ત્રીજા દિવસે પોલીસ જવાનો અને અધિકારીઓ મતદાન કરશે
[wptube id="1252022"]